Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 55
________________ ૪૮ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-અપીકેશ વખતે આ બન્નેના ગુણોનું દર્શન સ્વામીજીએ આપીને આપણને શીખવ્યું છે કે આપણી આસપાસના સારા લોકો સાથે નમ્રતા અને ગુણગ્રાહકતાથી વર્તવું જોઈએ. ૧૯૭૩માં સ્વામીજીની “ધન્યતાનો માર્ગ (Path to Blessedness) પુસ્તક બહાર પડ્યું. તેમાં પતંજલિ મહર્ષિના અષ્ટાંગયોગનું નિરૂપણ છે. યોગના એક પ્રખર આચાર્ય તરીકે તેમણે આધુનિક માનવની મૂળભૂત ત્રુટીઓ પર ભાર મૂકી, સુધારણાના રસ્તા બતાવ્યા છે. તેમના ‘ઉમદા જીવન પથદર્શક' (Guide to Noble Living)માં તેઓ કહે છે: ‘‘સગુણોથી શરૂ કરો, પવિત્રતામાંથી પસાર થાઓ અને ઈશ્વરપરાયણતાની પરાકાષ્ઠાએ પહોંચો.' ‘દિવ્ય જીવન' માસિકમાં નિયમિત તેઓ ધર્મપત્રો લખે છે. આને એકઠા કરી ‘આધ્યાત્મિક જીવન વિશે સલાહ'ના નામે એક સંસ્કરણ ૧૯૭૪માં પ્રકાશિત થયેલ છે. ૧૯૭૫માં પ્રકાશનો પથદર્શક' નામનું પુસ્તક પ્રસિદ્ધ થયું. ૧૯૭૬માં લૉસ એંજિલીસમાં સ્વામીજીએ આપેલ વ્યાખ્યાન “તોફાનનું કેન્દ્રના નામે બહાર પડેલ છે. રાજ્ય પરનાં ભાષણો'ની ચોપડી ૧૯૭૬માં પ્રકાશિત થઈ. પશ્ચિમના દેશોમાં આપેલ અણમોલ માર્ગદર્શનને “શોકની પેલે પારનો માર્ગ' નામે પ્રસિદ્ધ કરેલ છે. ચિદાનંદજીનાં બધાં લખાણોમાં સેવા અને પરોપકારથી શરૂ કરી, પ્રભુના નામસ્મરણનો મહિમા ગાઈ, સાધકોને યોગ દ્વારા વિચારશક્તિને આધ્યાત્મિક બનાવવા ઉપર અને વેદાન્તના તત્ત્વ - સત્યને પામવા વિશે - માર્ગદર્શન હોય છે.

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70