Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 51
________________ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ કહે કે તમારી ભક્તિ એટલી ઊંડી અને ઉત્કટ છે કે ઈશ્વરને આ વ્યવસ્થા કરી, તમારી ઈચ્છા ન બને તેવા સંજોગોમાં પણ પૂરી કરવી પડી ! ૧૯૭૭માં લખનૌમાં સ્વામી ચિન્મયાનંદજીનો ગીતાજ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો હતો. તેમણે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ગણાવ્યાં. પ્રો. વમ કરીને એક શ્રોતાએ પ્રવચન બાદ સ્વામી ચિન્મયાનંદજીને પૂછ્યું કે તમે વર્ણવેલ સ્થિતપ્રજ્ઞ ચોપડીના આદર્શ જ છે કે દુનિયામાં તમારા ધ્યાનમાં કોઈ આવી વ્યક્તિઓ છે? આ વિદ્વાન સાધુ સહેલાઈથી ખુશામતના રસ્તે જોતા પણ નથી. ગંભીરતાથી વિચારપૂર્વક તેમણે કહ્યું: “હા, આવી વ્યક્તિઓ છે. એક છે મા આનંદમયી, બીજા છે સ્વામી ચિદાનંદજી. આવી વ્યક્તિઓનાં દર્શન કરી પાવન થવું જોઈએ.'' જીવનના અનેક પ્રસંગો વર્ણવી શકાય, જેમાં સ્વામીજીની માનસિક સમતુલા - સુખદુ:ખમાં, શરદી-ગરમીમાં, લાભહાનિમાં, હાર-જીતમાં, માન-અપમાનમાં કદી ડગી ન હોય ! સ્વામી વિષ્ણુદેવાનંદ સાથે વાલમોરીનમાં હતા ત્યાં તેમની કોટડીને આગ લાગી. તેમની બધી જ જરૂરી, મોઘી, કામની વસ્તુઓ બળી ગઈ. તેમણે એટલી સ્વસ્થતાથી સ્વામી વિષ્ણુને આ વાત વર્ણવી કે થોડો સમય સ્વામી વિષ્ણુ અને એક રમૂજ જ માનતા રહ્યા. સ્વામીજી કહે તે કોટડીમાં બેત્રણ કરોળિયા હતા તે પણ બળી ગયા હશે તેનું તેમને દુઃખ હતું ! કેટલી અદ્વિતીય સંવેદનશીલતા ! કેટલું મનનું સંતુલિતપણું! પ્લેનો અને ટ્રેનો મોડાં થવાનાં, પ્લેનોના રૂટ ફરી જવાના, અને

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70