Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad
View full book text
________________
૪૦
શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ
ઇચ્છા પ્રદર્શિત કરેલી કે ગુરુદેવનો દરેક શિષ્ય નિત્ય નિરંતર પૂજારી હોવો જોઈએ. સતત નામસ્મરણ તેની આદત હોવી જોઈએ.
રૂડકેલાની ઔદ્યોગિક વસાહતમાં તેમણે કહ્યું: ‘‘માણસની મહાન ફરજ છે - પોતાના દિવ્ય સ્વભાવને ઓળખવો, રોજ – બ-રોજનાં જીવનમાં પોતાના દિવ્ય સ્વભાવને પ્રદર્શિત કરો. આચરણ શુદ્ધ રાખો. સત્યવાદી બનો, સતત ઈશ્વરનું સ્મરણ રાખો. તમારાં દરેક કૃત્યને આધ્યાત્મિક ઓપ આપો.
99
મલયેશિયાથી ઊડીને સ્વામીજી ઓરિસાની રરમી અખિલ હિંદુ દિવ્ય જીવન પરિષદમાં હાજરી આપવા સાંબલપુર આવેલા. પાછા ૨૩મી પરિષદમાં પછીના વર્ષે ભુવનેશ્વર આવ્યા. તેમના સાધકોને વિચાર કરી મૂકતા સંદેશામાં તેઓ કહે છેઃ ‘‘હા ! મારા વહાલા મિત્રો ! કેટલી પ્રાર્થના કરી કે મંત્રો જપ્યા તેનાથી નહીં, કેટલા દીવા પ્રગટાવ્યા કે આરતી કરી તેનાથી નહીં, કેટલો ઘંટારવ કર્યો કે પુસ્તકો વાંચ્યાં તેનાથી પણ નહીં, પરંતુ હૃદયમાં કેવી ઊર્મિઓ વિકસાવી, કેવા શબ્દો તમે બોલ્યા, અને જેની સાથે જીવનમાં સંસર્ગમાં આવો તેની સાથે કેવો વર્તાવ કર્યો તેના દિવ્ય માપથી ઈશ્વર તમને માપે છે.’
""
આમ હિંદભરના સુષુપ્ત આત્માઓને જગાડીને તેમને ફરજના પંથે વાળવામાં સ્વામીજીએ અથાગ મહેનત લીધી છે.

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70