Book Title: Chidanand Saraswati Santvani 28 Author(s): Shivanand Adhvaryu Publisher: Navjivan Prakashan Mandir AhmedabadPage 48
________________ ૧૦. વિરલ દિવ્ય વ્યક્તિ ગુરુદેવ કહેતા : ““સ્વામી ચિદાનંદને તમારે સૌએ ગુરુ માનવા જોઈએ. હું પણ તેમને ગુરુ જેવા ગણું છું. તેમની પાસેથી હું અસંખ્ય બાબતો શીખ્યો છું. હું તેમને ચાહું છું, તેમને પૂજું. છું.' આ કંઈ છરકતાં કરેલ હદથી વધુ ઉદાર વખાણ નથી. કહેવાય છે કે પૃથ્વી પર નિત્ય સિદ્ધ સંતો જગતને માર્ગદર્શન આપવા અવારનવાર આવતા રહે છે. ઈશ્વરના ફિરસ્તાઓની રીતો અનોખી હોય છે. પશ્ચિમના દેશોમાં સ્વામી ચિદાનંદને હિંદના સંત ફ્રાન્સિસ તરીકે લોકો પૂજે છે. આસીસીના સંત ફ્રાન્સિસની પ્રાર્થના પ્રમાણે સ્વામીજીએ જીવન ઘડ્યું છે. તેમનાં હૃદયસ્પર્શી સંકીર્તનો અને પ્રાણીમાત્ર પ્રત્યેના પ્રેમને કારણે કેટલાક તેમને આધુનિક ચૈતન્ય મહાપ્રભુ તરીકે ઓળખાવે છે. તેમનું હૃદય બુદ્ધ જેવું નિર્મળ, પ્રકાશિત અને પોચું છે. દુઃખી પ્રાણીને દેખતાં જ તે દ્રવી ઉઠે છે. ઊંડી સહાનુભૂતિ અને લાગણીથી તે સભર છે. બિલ્વપત્ર તોડવા જતા ભાઈઓને ઝાડ પરથી પાન તોડવામાં પણ કોમળતા દાખવવાનો તેમનો આગ્રહ હોય છે. સ્વામી વેંકટેશાનંદ કહે છે: “તેનું વર્ણન કરવા મથશો નહીં, તમે નિષ્ફળ જશો. મૌન બ્રહ્મવાચક છે.'' ચિદાનંદજી ગુરુભક્તિનો ઉત્કટ નમૂનો છે. કોઈ સદ્ગુરુના ચરણે બેસીને સ્વામીજી ઉપનિષદ વિગતે શીખ્યા નથી. મોટા સ્વામીજી કહેતાઃ ““ઉપનિષદો તેનાં હૃગત છે. ચિદાનંદજી તો બ્રહ્મસૂત્ર અને ગીતાની જીવતી જાગતી પ્રતિમાPage Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70