Book Title: Chidanand Saraswati Santvani 28 Author(s): Shivanand Adhvaryu Publisher: Navjivan Prakashan Mandir AhmedabadPage 40
________________ પદદલિતોના સાથી ૩૩ આશ્રમ પહોંચ્યો. મા સિવાય કોઈ ન બતાવી શકે તેટલાં પ્રેમ અને લાગણીથી સ્વામીજીએ દરદીની માવજત શરૂ કરી દીધી. પંદર દિવસની સતત માવજતથી દરદીના ઘામાં પડેલ કીડા દૂર થયા. આ દરદી માટે તે મિત્ર, ડૉકટર, નર્સ રસોઈયો અને ઝાડુવાળો – બધું એકસાથે હતા. આ કમનસીબ સાધુનો ઝાડોપેશાબ પણ સ્વામીજી સાફ કરતા. આ બધું કરવામાં કોઈને આજુબાજુ ખબર પણ ન પડે તેની તકેદારી હતી; પોતાની જાતને આ માટે કોઈ અભિનંદનને પાત્ર તેઓ ગણતા ન હતા. તે કશી સેવાથી કંટાળતા ન હતા. અન્ય સાધુઓ હાંસી ઉડાવશે તેની પરવા કર્યા સિવાય આ દરદીને છેવટે સારું થયું ત્યારે જ તે જંપ્યા. ગુરુદેવ બધાને દાખલો આપતા કે સ્વામીજી કામને કેવી રીતે સેવા બનાવી દે છે તે જુઓ. ૧૯૫૦ની અખિલ હિંદ યાત્રાથી પાછા ફરી, મહેનત કરીને રક્તપિત્તિયાં માટે બ્રહ્મપુરીમાં કૉલોની માટે જમીન મેળવી. ૧૯પરમાં ચંદ્રભાગાના પૂરથી જ્યારે મુની-કી-રેતીની લેપર કૉલોનીને ખૂબ નુકસાન થયું ત્યારે એક કુષ્ઠનિવારક સમિતિ સ્થાપી અને ટીહરી-ગઢવાલનું પહેલું લેપ્રસી રિલીફ ઍસોસિયેશન સ્થાપ્યું અને બ્રહ્મપુરીના શ્રીગણેશ મંડાયા. સ્વામીજીની મહેનતથી સરકારી તંત્ર સાબદું થયું અને લેપરની સેવામાં, ગાંધી મેમોરિયલ લેપ્રસી રિલીફ ફાઉન્ડેશન, વર્ધાથી રવીન્દ્રકુમાર મિત્તલ નામે એક શિક્ષિત સેવક તેઓ મેળવી શક્યા. આમ એક નિઃસ્વાર્થ સેવાને જીવન સમર્પિત કરેલ સેવક કુષ્ઠ રોગીઓને મળ્યો. ૧૯૫૯માં બ્રહ્મપુરીમાં નવી લેપર કૉલોની બંધાઈ.Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70