Book Title: Chidanand Saraswati Santvani 28 Author(s): Shivanand Adhvaryu Publisher: Navjivan Prakashan Mandir AhmedabadPage 42
________________ પદદલિતોના સાથી ૩૫ હતી. તેને બધાં જ લોકોએ ધુત્કારી કાઢી અળગો કરી દીધેલો. અકારણ કરુણાથી પ્રેરાઈ સ્વામીજી ગિરધારીની વિશિષ્ટ સેવા કરવા લાગ્યા. વીસ વર્ષ સુધી સ્વામીજી તેને ખાવાનું મોકલતા અને તેની બધી રીતે દેખભાળ કરતા. જ્યારે પરદેશ ગયા ત્યારે પણ સ્વામીજી ગિરધારીને યાદ કરી નવીન દવાઓ અને નાની ભેટો મોકલતા. ગિરધારી વધુ માંદો થયો. મરણપથારીએ પડેલ આ આત્મા મરવા પહેલાં સ્વામીજીનાં દર્શન નહીં થાય તેવી નિરાશાથી ખાવુંપીવું છોડી, ધાબળો ઓઢી પડ્યો રહેવા લાગ્યો. મધર ઇવૉન લબને આ ખબર પડી. તેણે તેને સમજાવ્યો પણ કંઈ ખાવા માન્યો નહીં. ત્યારે તેને કહ્યું કે સ્વામીજી તુરત પાછા આવવાના છે અને તેને મળવાની ઇચ્છા હોય તો પ્રવાહી લે. તરત જ તે પીગળી ગયો. સ્વામીજી પાછા આવે ત્યાં સુધી ગિરધારીના જીવવાની આશા ન હતી. પણ ઈશ્વરેચ્છાથી સ્વામીજી અઢી મહિના પહેલા પાછા ફર્યા. ગિરધારીની સ્થિતિથી વાકેફ થતાં તે સીધા તેની પાસે ગયા. નવું બ્લેકટ લઈ ગયેલા તે ઓઢાડી સ્વામીજીએ કહ્યું: ‘‘ગિરધારી, તું હવે શાંતિથી તારું શરીર છોડી દે.'' થોડો સમય ગિરધારી ગંભીર છતાં આનંદમાં રહ્યો અને તેણે તેનો માનવદેહ છોડી દીધો. આવાં તો નિઃસહાયને સહાય કરવાનાં અનેક ઉદાહરણો છે. તલસ્પર્શી હૃદયોર્મિથી પ્રેમપૂર્વક સેવા કરતા સ્વામીજી દરદીઓના દાક્તર જ નહીં, પ્રેમાળ માતાની ગરજ સારતા રહ્યા છે. તે કડક બાપ, મદદનીશ મિત્ર અને સૌથી વધુ તો પુનર્જન્મમાંથી છોડાવનાર સંત બની રહ્યા છે.Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70