Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 38
________________ ૩૧ સત્સંગ ગમે તેવી વિશ્વયાત્રામાં ગૂંથાયેલા હોય છતાં સ્વામીજી સંતસમાગમ શોધી લેવાનું ચૂકતા નથી. ઉત્તર હિન્દમાં નૈનિતાલના હનુમાનસિદ્ધ, નિમકરોલી બાબા માટે સ્વામીજીને ખૂબ ઊંડી લાગણી છે. કોચી કામકોટી પીઠના જગદગુરુ ચંદ્રશેખર સરસ્વતી માટે સ્વામીજીને ખૂબ માન છે. કલકત્તામાં ઍમહસ્ટ સ્ટ્રીટમાં મહામિલન મઠના ઠાકુર શ્રી સીતારામ દાસ ઓમકારનાથ મહારાજ જે મહામંત્ર કીર્તનના હિમાયતી છે તેની સ્વામીજી નમ્રતાથી સેવા કરે છે. બાબા ઓમકારનાથનાં દર્શન માટે સ્વામીજી ઉત્તર કાશી સુધી જાય છે. પવિત્ર માતા ક્રિષ્ણાબાઈ – રામદાસ આશ્રમ, કનનગઢનાં પ્રત્યે – તેમને પૂજ્યભાવ છે. સ્વામી શારદાનંદજી મહારાજ પણ એક સિદ્ધ મહાત્મા છે જે ગીતા ભવન દર વરસે આવે ત્યારે ચિદાનંદજીને મળવા બેએક દિવસ શિવાનંદાશ્રમ આવતા રહે છે. પરમાર્થ નિકેતનવાળા શ્રી સ્વામી શુકદેવાનંદજી અને ભજનાનંદજી મહારાજ અને શાંતિ આશ્રમવાળા સ્વામી ઓમકારજી મહારાજ સાથે આધ્યાત્મિક પ્રેમનાં બંધનો સ્વામીજીને હતાં. નૈમિષારણ્યવાળા જગદ્ગુરુ સ્વામી નારદાનંદજી તો સ્વામીજીને ગંગાની ધારા અને પ્રેમની ધારા કહે છે. એક સંત, પછી તે મઠમાં હોય કે જંગલમાં, પ્રજાજીવનમાં રહેતા હોય કે સંન્યસ્ત જીવન ગાળતા હોય, સ્વામીજી તેના પ્રત્યે હંમેશાં આકર્ષાય છે. પવનારમાં આચાર્ય વિનોબા ભાવેને પણ

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70