Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 25
________________ ૧૮ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-કપીકેશ જીવન વિતાવવા નીકળી પડ્યા, તે હજુ નીકળતા હતા ત્યાં ગુરુદેવને ડૉ. શિવાનંદ અધ્વર્યુએ હૃદયથી અપીલ કરી અને સ્વામીજી રાજકોટ વબ્રાન્ચમાં થોડો સમય ગયા અને મુંબઈમાં એક ભક્તને ત્યાં જઈ રોજ માધુકરી લઈ અજ્ઞાતવાસમાં જીવન વિતાવવા લાગ્યા. મહારાષ્ટ્ર થઈ તેઓ બેંગલોર આવ્યા. મૈસૂર અને મરકરાથી સ્વામી કૃષ્ણાનંદજીની જન્મભૂમિ પદુર ગયા. ત્યાંથી તેમની માતા અને પોતાની જન્મભૂમિ મેંગલોર ગયા. ત્યાંથી દ્વત મતના પ્રતિપાદક માધવાચાર્યની જન્મભૂમિ ઊડીપી ગયા. દાસ પરંપરાના સંસ્થાપક પુરંદરદાસ પણ ઊડીપીના જ છે. ત્યાંથી મુકામ્બિકા અને કહાનગઢ થઈ કાનાનોર થઈ મદ્રાસ અને તિરુપતિ ગયા. અરુણાચલમ - શ્રી રમણ મહર્ષિની તપોભૂમિમાં જઈ પાવન થયા. તે અમેરિકાના નવા જગતમાં હોય કે શિવાનંદાશ્રમમાં હોય કે પછી અજ્ઞાત સંચરમાં પરિવ્રાજક જેમ રહેતા હોય, માંદા અને ગરીબની સેવાનો કોઈ મોકો તે જતો કરતા નહીં. આમ અનેક જગાઓ ફર્યા. પટ્ટામડાઈ પણ જઈ આવ્યા. કન્યાકુમારી જઈ વિવેકાનંદની યાદ તાજી કરી આવ્યા. ખૂબ ફર્યા બાદ ઊંડી સાધના કરવા ગંનાગપુરમાં રહ્યા. ૧૯૬૨ના ઑક્ટોબરથી મે ૧૯૬૭ સુધી ફકત બાજરાના લોટ પર રહી સાધનામાં પ્રવૃત્ત રહ્યા. મે ૧૯૬રમાં માંદા પડ્યા. મુંબઈ આવ્યા. ત્યાંથી ઠીક થઈ મથુરા અને દેહરાદૂન થઈ, હૃષીકેશને બાજુએ છોડી, બદરીનાથ તરફ ગયા પણ અધવચ્ચે જ ગુરુદેવને મળવાની ખૂબ ઉત્કટ

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70