Book Title: Chidanand Saraswati Santvani 28 Author(s): Shivanand Adhvaryu Publisher: Navjivan Prakashan Mandir AhmedabadPage 28
________________ ૪. ગુરુદેવ સાથેની યુગપ્રવર્તક યાત્રા સ્વામી ચિદાનંદજીએ અનેક વખત ભારતવર્ષના જુદા જુદા ભાગોની યાત્રા કરી છે. પરંતુ ૧૯૫૦ની ગુરુદેવ સાથેની અખિલ ભારત યાત્રા યાદ રહી જાય તેવી થયેલી. ગુરુદેવનાં ભાષણો પછી તેની પૂર્તિ કરવા અને સાદી ભાષામાં વેદાન્તનાં તત્ત્વો સમજાવવા, હૃદય હલાવી નાખે તેવી ભાષામાં પ્રવચનો કરવાનું સ્વામીજી માટે આવતું. જાતે નિદર્શન કરી યોગાસનો શીખવતા. ખૂબ મોટી સંખ્યામાં આવનાર પ્રેક્ષકો અને શ્રોતાઓની સામે બોલવા તેમ જ પ્રયોગો કરવાનો આ તેમને પહેલો મોકો હતો. હિંદુસ્તાનના ખૂણે ખૂણે તેઓ ફર્યો. વળતાં ત્રિવેન્દ્રમમાં સ્વામીજીએ સવારનો સત્સંગ ગુરુદેવની હાજરીમાં લીધો. ધ્યાનમાં સફળતા માટે તેમણે કહ્યું: ‘‘જુઓ પણ નીરખો નહીં, સાંભળો પણ કાન લગાવીને નહીં, અડકો પણ સ્પર્શે નહીં, ચાખો પણ સ્વાદથી નહીં.' આમ જીવવાથી દુન્યવી વસ્તુઓની લગન નહીં લાગે અને સાક્ષીભાવ જાગશે. સ્વામીજી જળકમળવત્ રહ્યા. શિવાનંદજીએ પ્રભુનો પયગામ પ્રજાને પહોંચાડ્યો. શિષ્ય ચિદાનંદજીએ ગુરુદેવની ઇચ્છા પ્રમાણે વર્તન કર્યું. બન્નેએ હિંદની પ્રજાને વેદવાક્યોની હાકલ પાડી અને યાદ ૨૧Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70