Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 35
________________ ૨૮ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-કપીકેશ અવારનવાર તે આવતાજતા જ રહે છે. ૧૯૭૨માં લેબેનોન, પશ્ચિમ જર્મની અને બર્લિન ગયેલા. ૧૯૭૩માં બીરત ગયા હતા અને ત્યાં યોગસૂત્ર પર યોગવિદ્યાર્થીઓને ભાષણ આપેલાં. ૧૯૭૫માં યોગશિક્ષક શિબિરમાં બહામા ગયા. ધર્મ અને શાંતિ માટેની એશિયન કૉન્ફરન્સ માટે ૧૯૭૬માં સિંગાપોર ગયેલા. અને પાછા સાત માસના લાંબા ગાળા માટે નવેમ્બર ૭થી જૂન '૭૮ સુધી દક્ષિણ આફ્રિકા અને યુરોપ ગયેલા. આખા વિશ્વમાં તે દિવ્ય જીવનની મૂર્તિ સમા પ્રેરણા આપતા ફરે છે; બીજા લોકો ભલે તેમને ભગવાનનો મહાન ફિરસ્તો કહે; તે તો પોતાની જાતને ગુરુદેવનું સોપેલ કાર્ય કરનાર પ્રેમનો સંદેશવાહક ઈશ્વર પિતા છે અને આપણે સૌ ભાઈ ભાઈ છીએ તેવી સમજણ પ્રસરાવતો સેવક જ ગણાવે છે. એક ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે પશ્ચિમવાસીઓ તેમને કોઈ દિવસ ચમત્કારો કે વરદાનોના માપદંડથી માપતા નહીં. તેમને સ્વામીજીની ભૌતિક હાજરીથી જે દિવ્ય આનંદ અને શકિત મળતાં તેની જ જરૂરત હતી. પશ્ચિમમાં સ્વામીજીએ એ વાત ખૂબ સ્પષ્ટ કરી કે આત્મજ્ઞાન માટેના સાધકોએ અન્ય વિશેનું જ્ઞાન મેળવવું જ પડે - જગત તેમ જ સમાજનું જ્ઞાન પણ જરૂરી બની રહે છે. યોગ આમ સર્વગ્રાહી પ્રક્રિયા છે. આધ્યાત્મિકતા વિશ્વસંસ્કૃતિ છે. માનવજાતનું આ અંતિમ ધ્યેય હોવું જોઈએ. સાદી ભાષામાં તેઓ સમજાવતા કે આ સર્વગ્રાહી દષ્ટિનું જ નામ યોગ છે. જે જાતની વિશ્વવ્યાપી દષ્ટિથી અને સાર્વભૌમ પ્રેમ તથા

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70