Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ ૨૬ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ જીવન કેમ જીવવું તે તેમણે સમજાવ્યું અને કહ્યું કે સામાન્ય લોકોની રોજ-બ-રોજની જીવનવ્યવહારની રીત સાથે સાચી પવિત્ર જિંદગીનો સુમેળ બેસી શકે છે. કારણ માનવજીવનમાં દિવ્ય ચેતનાની અનુભૂતિ રહે તે જ દિવ્ય જીવન છે. ૧૯૬૮ના શિયાળાની શરૂઆત સુધી દક્ષિણ આફ્રિકા રહી, સ્વામી વેકટેશાનંદના આમંત્રણથી તેઓ મોરિશિયસ ગયા. ત્યાંથી પાછા રોડેશિયા આવ્યા. માલાવી (જૂનું ન્યાસાલેન્ડ)નું મુખ્ય શહેર બ્લાનટાયર પણ ગયા. ત્યાંથી ઝાંબિયા ગયા. ત્યાંથી નડોલા થઈ મૉમ્બાસા જવાના હતા કારણ ત્યાં એક મીટિંગને તે ઉદ્દબોધન કરવાના હતા પણ પ્લેન સીધું દારેસલામ જતું હતું. ઊઠ્યા તો ખરા પણ દારેસલામ જતાં ઝાંબિયન એરલાઇનને મૉબાસા ઊતરવા ફરજ પડી અને પ્લેન મોમ્બાસા ઊતરતાં ત્યાંનો કાર્યક્રમ સચવાઈ ગયો ! સ્વામીજીએ ભક્તોને જણાવ્યું કે ગુરુદેવ અકથ્ય મદદ કર્યા જ કરે છે ! દક્ષિણ આફ્રિકાથી પૂર્વ આફ્રિકા થઈ, પશ્ચિમ જર્મની અને રોમ ગયા. પશ્ચિમ જર્મનીમાં ડોર્સહોર્સનની સ્વામી શિવપ્રેમાનંદ સંચાલિત શિવાનંદ યોગ સ્કૂલ પર તેઓ ગયા. જર્મનીથી સ્વામીજી એસ્ટમ ગયા. ક્રિસ્ટમસ પછી લંડન અને પેરિસ થઈ, ૧૦ ફેબ્રુઆરી, ૧૯૬૯ના રોજ પોપ પૉલ ‘૬'ને મળ્યા. શાંતિ, પ્રેમ અને આધ્યાત્મિકતાના દિવ્ય જીવન સંઘના આદર્શોના પ્રસાર માટે પોપ પૉલે સ્વામીજીને આશીર્વાદ આવ્યા. રોમથી ગ્રીસમાં ઍથેન્સ ગયા. એક હજાર વર્ષ જૂની સાધુશાળાઓમાં તેઓ રહ્યા.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70