Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 29
________________ ૨૨ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ આપ્યું કે ત્રાષિમુનિઓનાં સંતાનો તરીકે તેમની, સંસ્કૃતિ માટે મરી ફીટવાની ફરજ હતી. ૫. નવી દુનિયામાં ૧૯૫૦ની અખિલ હિંદ યાત્રાથી ગુરુદેવને ખાતરી થઈ ગઈ કે વિશ્વભરમાં તેમનો સંદેશો પહોંચાડી શકનાર સ્વામીજી જ છે. જોકે સ્વામીજી પોતે તો હિમાલયની ગિરિકંદરાઓમાં, ઉત્તેગ શિખરો પર પરમ ધ્યાનમાં જીવન વિતાવતા હતા. ૧૯૫૮ના ઉનાળામાં બદરીનાથની યાત્રા માટે ગુરુદેવના આશિષ પણ મેળવ્યા. ત્યાં જઈ ઘણા માસ રહી, મંદિર બંધ થવાની ઠંડીના દિવસોની જાહેરાત થતાં તેઓ નીચે આવ્યા પણ તેમનું મન તો ઉપર જ ચોંટી રહેલું. ગુરુદેવે આ જોઈને સ્વામીજી ઉત્તર કાશી જઈને રહે તેવો પ્રબંધ કરેલો પણ વાનકુંવરથી સ્વામી રાધા આવ્યા અને ત્રણચાર માસ કોઈને કેનેડા મોકલવા કહ્યું. ગુરુદેવે સ્વામીજીને જવા આજ્ઞા કરી. આમ ઈશ્વર અને ગુરુની ઇચ્છાને શરણે તેઓએ કેનેડા જવા તૈયારી કરી. દરમિયાન સ્વામી રાધા બીમાર થઈ જતાં રજી નવેમ્બર, ૧૯૫૯ના રોજ સ્વામીજી દિલ્હીથી વિમાનમાં અમેરિકા જવા ઊપડ્યા. રસ્તામાં કેરોમાં ત્યાંની શાખાના મહમદ અબ્દ અલ્લાહ એલ મેહદીને ત્યાં ઊતર્યા. ઇસ્તંબૂલમાં પ્રખ્યાત પત્રકાર અલ રીઝા અકીસાનને ત્યાં ઊતરી, તુકના પ્રેસને મળ્યા. ન્યૂ યૉર્ક જતાં રસ્તામાં રોમ, સુઝલડૉફ અને લંડન ઊતર્યા

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70