Book Title: Chidanand Saraswati Santvani 28 Author(s): Shivanand Adhvaryu Publisher: Navjivan Prakashan Mandir AhmedabadPage 26
________________ શિષ્યપદનાં વીસ વર્ષો ૧૦ ભાવના થતાં તે આશ્રમ પ્રતિ ખેંચાયા. આમ તપ અને અજ્ઞાત સંચરનો સમય અણધાર્યો પૂરો થયો. ૨૧ જૂન, ૧૯૬૩ના સ્વામીજી આશ્રમ પાછા આવ્યા. સાધારણ રીતે સ્વામીજી ગુરુદેવની બાજુમાં કદી બેસતા નહીં. તેમણે કદી ગુરુદેવ સામે બેસી શ્રુતિ - બોધ લીધો ન હતો. જરૂર પૂરતી જ વાતચીત કરી, આમન્યા જાળવતા. આ વખતે ગુરુદેવે સ્વામીજીને પોતાની પાસે લીધા અને શક્તિસંચાર કર્યો. હવે શિવાનંદ ચિદાનંદમાં સમાઈ ગયા. ચિદાનંદ શિવાનંદ સ્વરૂપ બની ગયા. હવે ચિદાનંદજીએ પાછા બદરીનાથ જવા ગુરુદેવની અનુમતિ માગી. સ્વામીજી તે જ દિવસે જવાની તૈયારીમાં પડ્યા પણ એવો ભારે વરસાદ પડ્યો કે તેમને રોકાઈ જવું પડ્યું. તે દિવસે સત્સંગમાં બધાના આગ્રહને વશ થઈને તેઓ ગયા. પાછા આવતાં ડૉ. દેવકી કુટ્ટીએ ગંભીરતાથી કહ્યું કે સ્વામીજીથી જવાશે નહીં કારણ ગુરુદેવને પક્ષાઘાતનો હુમલો થયો હતો. બહુ જ સ્વસ્થતાથી તેમણે નક્કી કરી નાખ્યું. ગુરુદેવની સેવા જ તે સમયે તેમનો ધર્મ હતો. - સ્વામીજી સારવારમાં રોકાયા. ગુરુદેવને સારું થવા લાગ્યું. સ્વામીજીના શબ્દોમાં ““મેં ફરીથી બદરીનાથ જવાની તૈયારી કરી. પણ સારી હાલતમાંથી સ્થિતિ વણસી અને મારે બદલે ગુરુદેવ ગયા. ...'' ૧૪મી જુલાઈ, ૧૯૬૩ની મધરાતે સ્વામીજી ગુરુદેવની પથારી પાસે ઉપનિષદનાં મહાવાક્યો બોલી રહ્યા હતા. થોડા સમય બાદ બહાર આવી સ્વામીજી બોલ્યા, “ખૂબ સુંદર જીવન તેઓ જીવ્યા. ઘણાનું જીવન તેમણે સુંદર બનાવ્યું.''Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70