Book Title: Chidanand Saraswati Santvani 28 Author(s): Shivanand Adhvaryu Publisher: Navjivan Prakashan Mandir AhmedabadPage 23
________________ ૧૬ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-કપીકેશ એક પ્રાદેશિક દિવ્ય જીવન પરિષદમાં એક ભક્ત સદ્દયતાપૂર્વક અને ભક્તિભાવથી કહ્યું કે તેની ઈચ્છા સિદ્ધઆત્મા પાસેથી ગુરુમંત્ર લેવાની હતી. સ્વામીજી આપ એવા સિદ્ધપુરુષ છો? સ્વામીજીએ જવાબ આપ્યો, “તો ગુરુદેવનો એક અદનો સેવક છું અને ઈશ્વરનો અણઘડ નોકર છું. મને ખબર નથી કે હું ઈશ્વર સાક્ષાત્કાર કરી ચૂક્યો છું કે નહીં. ઈશ્વર જ આ વાત જાણતો હશે. કેનોપનિષદ(૨. ૩)માં કહ્યું છે કે સાક્ષાત્કાર પામેલ પુરુષ આવી જાહેરાત કરવા જેટલો પણ અહં ધરાવતો નથી હોતો.'' સ્વામીજીના શબ્દો બતાવે છે કે તે આધ્યાત્મિક સ્તરે ખૂબ ઉચ્ચ કક્ષાએ પહોંચવા છતાં ભગવાન અને ગુરુના ચરણમાં સર્વ ન્યોછાવર કરતા રહેલા. ૧૯૪૩માં હજી માંડ શ્રીધર આશ્રમવાસી થયો અને ૧૯૪માં તો ગુરુદેવ વિશે જેટલું જાણી શકાય તે જાણી "Light Fountain' – “પ્રકાશનો ફુવારો'એ નામનું પુસ્તક 'પ્રિઝમ'ના તખલ્લુસથી લખ્યું. સ્વામી શિવાનંદજીએ કહેલું કે, ““શિવાનંદનું પાર્થિવ શરીર મરશે પણ પ્રકાશનો ફુવારો' હંમેશાં જીવંત રહેશે.' ડિસેમ્બર ૧૯૪૭માં રાવસ્વામીજી બીમાર પડ્યા. ગુરુદેવે હવાફેર માટે નાગપુર મોકલ્યા. ત્યાંથી પાછા ફરતાં સ્વામી નિજબોધાનંદજી – જે જનરલ સેક્રેટરી હતા તે આ બોજો ઉઠાવવા શક્તિમાન રહ્યા ન હતા તેથી ૧૯૪૭થી જ તેમણે જનરલ સેક્રેટરી પદ સંભાળ્યું અને પૂરાં પંદર વર્ષ ૧૯૬૩ સુધી તે બોજ વહન કર્યો. જોકે સ્વામી ચિદાનંદજીનો જન્મદિવસ ૨૪ સપ્ટેમ્બરે આવતો હતો પણ ગુરુદેવે ફેરવીને તે ર૪ જૂને ઊજવવાનું શરૂ કરેલું, જેથીPage Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70