Book Title: Chidanand Saraswati Santvani 28 Author(s): Shivanand Adhvaryu Publisher: Navjivan Prakashan Mandir AhmedabadPage 21
________________ ૧૪ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-અષીકેશ રાવસ્વામીજી તો જન્મથી જ સિદ્ધ છે, છતાં તે હંમેશાં નવા નિશાળિયા જેવા ઉપવાસો કરે છે, આત્મત્યાગ કરે છે અને તિતિક્ષાના પ્રયોગો કરે છે. શ્રીધરે આશ્રમ આવવા પહેલાં પૂરતી સહનશક્તિ કેળવેલી. છતાં એક દિવસ એવો પસાર ન થતો જ્યારે કોઈ ને કોઈ આકરી પરીક્ષા તે પોતાની ન લે. તિતિક્ષાને તે સાધુની સાચી મૂડી સમજતા. ઘણી વખત ગંગા નદીને પેલે પાર સ્વર્ગાશ્રમથી સાત માઈલ મણિકોટ પહાડની પાર નીલકંઠ મહાદેવની યાત્રાએ જતા અને ત્યાં લાંબા વખત સુધી ધ્યાનમાં બેસી સમાધિસ્થ થતા. કોઈ વખતે સ્વામી રામતીર્થ રહેતા તે મહામુસીબતે પહોંચાતી બ્રહ્મપુરીમાં આકરું તપ કરવા ચાલ્યા જતા. ત્યાં સાપ અને રાની પશુઓનો વાસ હતો. ગુરુદેવની મંજૂરીથી ફૂલચટ્ટી કે ગરુડચટ્ટીમાં આંતરિક શાંતિ અને મૌન માટે જતા. લોકસંગ્રહ માટે ખૂબ પ્રવૃત્તિશીલ રહેવા છતાં ગુરુદેવ હૃદયથી કેવા વિરક્ત સંન્યાસી હતા અને વૈરાગ્યની જ્યોત તેમના હૃદયમાં કેવી પ્રજ્વલિત રહેતી તે ખૂબ નજીકથી તે જોતા. શ્રીધરે જોયું કે ગુરુદેવ કુટિર બહાર આવે ત્યારે આજ્ઞા કરતા, સૂચન કરતા, કામ કરતા, ગુરુ ગોવિંદસિંઘ હતા. કુટિરની અંદર તેઓ સહજ અવસ્થામાં સ્થિત ગુરુ નાનક હતા. રાવસ્વામીજી આ પાઠ ગુરુદેવને જોઈને શીખ્યા. હજુ રાવસ્વામીજીએ ભગવાં ધારણ કર્યા ન હતાં, પણ મહાત્માઓ તેને નમન કરતા. બીમારોની તેની નિઃસ્વાર્થ સેવાએ સૌનાં પ્રેમ, વખાણ અને કૃતજ્ઞતા મેળવી લીધેલાં. તેમના આધ્યાત્મિક ધર્મોત્સાહ અને જ્ઞાનને લીધે તેઓ સંતોનુંPage Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70