Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 19
________________ ૧૨ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ બુદ્ધ પૂર્ણિમા - ૧૯ મે, ૧૯૪૭ના દિવસે ખાદીનો પાયજામો અને શર્ટ પહેરીને શ્રીધર સાંજે પાંચ વાગ્યે આશ્રમ પહોંચ્યો. ગુરુદેવ ઉપર ગયેલા તેથી રાહ જોવી પડી. ચાંદનીએ ગંગાના જળને રૂપેરી રંગે રંગી દીધાં ત્યારે ગુરુદેવનાં ચરણોમાં શ્રીધરે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.... અંતે દિવ્યમાનવના ચરણોમાં તેને સેવા મળી. ૩. શિષ્યપદનાં વીસ વર્ષો આશ્રમમાં આવ્યા ત્યારે શ્રીધરે જાણ્યું કે ગુરુદેવના ખાસ વિશ્વાસના આઠ સ્વામીજીઓ હતા. શ્રીધરરાવ નવા આગંતુક રાવવામી તરીકે ઓળખાવા લાગ્યા. તેને કોઈ પણ કામ સોપે તે હલકું લાગતું જ નહીં. શરૂઆતમાં 'Divine Life' મૅગેઝીન ગ્રાહકોને પહોંચાડવાં, પૅકેટ કરવાં તથા ટિકિટ લગાવવાનું કામ તેમને સોંપાયું. પછી તે લાઈબ્રેરી ગોઠવી સાફ રાખતા. ચોપડીઓને પૂઠાં ચડાવતા. આ બધું જાણે યોગસાધના હોય તેટલા ખંતથી તેઓ કરતા. જમીન વાળવાનું, મહેમાનો અને દરદીઓનું ધ્યાન રાખવાનું, ગંગાજળથી ટાંકી ભરવાનું, રૂમમાં જાજમ પાથરવાનું, જંગલમાંથી લાકડાં વાઢી લાવવાનું, રસોડામાં મદદ કરવાનું તથા ઠામવાસણ ઘસવાનું, મંદિરમાં પૂજા કરવાનું, કાગળો લખવાનું, ટાઈપ કરવાનું, સાંજના સત્સંગમાંથી ઊર્ધ્વગામી પ્રવચનો આપવાનું અને અન્ય ધાર્મિક કામો તેઓને આપતા. આ બધાં કામ કરતા છતાં તે ધીરગંભીર અને આધ્યાત્મિક સ્પંદનોથી પૂજન કરતા રહેતા કારણ આ રીત

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70