Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ શિષ્યપઠનાં વીસ વર્ષો ૧૩ પણ તેમને તો ભગવાનનું પૂજન જ લાગતી. શ્રીધરની ઉચ્ચ સ્થિતિ જોઈને ગુરુદેવ તેને સમયે સમયે બધું કામ છોડી, બધો સમય સાધના માટે આપતા. અંતર્નિરીક્ષણ, જંગલમાં ઘૂમવાનું અને વૈશ્વિક લયમય જીવન તે સમયે તેઓ ગાળતા. હજુ તો આશ્રમમાં આવ્યે માંડ દસ દિવસ થયા હશે ત્યાં લોકો તેને ડૉ. રાવજી તરીકે ઓળખવા લાગ્યા ! એક ઉનાળાની અંધારી રાત્રે એક ડોશી તેની નાની બાળાને વીંછી કરડ્યો હોવાથી રાવજીસ્વામી પાસે લાવી. એક ટુવાલથી કરડવાની જગા પર ઘસ્યું અને ફક્ત પ્રભુનું નામ લીધા કર્યું. છોકરીને સારું થઈ ગયું. એક દિવસ આશ્રમની ઑફિસ પાસે એક જીવડાં ભર્યો, ભાઠાંવાળો કૂતરો પડેલો જોયો. રાવજીસ્વામીને તેની દયા આવી. પાટાપિંડી કર્યાં અને આખી રાત તેની પાસે સૂતા. ગુરુદેવે આ જાણ્યું ત્યારે કહ્યું કે રાવજીસ્વામી માનવ નથી. તે તો દયાર્દ્રતાની મૂર્તિ છે ! લાક્ષણિક ઢબે ગુરુદેવે ગુરુદેવે કહ્યું, ‘‘ડૉ. શિવાનંદને ડૉ. રાવ વટાવી ગયા !'' નાનપણથી જ શ્રીધર સત્ય, પ્રેમ અને પવિત્રતાના ત્રિગુણને વરેલા હતા. નૈષ્ઠિક બ્રહ્મચારી હોઈ ઓજસ શક્તિથી પ્રકાશતા. તેમને દૈનિક સાધનાની જરૂરત ન હતી પણ લોટો ઊજળો રાખવા હંમેશાં એને ઉજાળતા રહેવાની તોતાપુરીની શીખ તેમણે આત્મસાત્ કરી હતી. ગુરુદેવની માફક તે પણ કહેતા કે, ‘‘શરીર ગધેડા જેવું છે, મન મરકટ છે. તિતિક્ષા અને તપસ્યાનો આધ્યાત્મિક ચાબુક હંમેશાં હાથવગો રાખો.'' ગુરુદેવ કહેતા, ‘‘જીવનમુક્ત હોય તેણે પણ સાવચેત રહેવું.'' ગુરુદેવ કહેતા કે, મ.સ.૪

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70