Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ ૧૫ શિષ્યપદનાં વીસ વર્ષો સન્માન પામવા લાગેલા. ૧૦ જુલાઈ, ૧૯૪ત્ની ગુરુપૂર્ણિમાએ સરસ્વતીઓના પંથના સંન્યાસી બની રાવસ્વામીજીમાંથી સ્વામી ચિદાનંદ સરસ્વતી થયા. સ્વામી ચિદાનંદજી તે પહેલેથી જ જીવનમુક્ત અવસ્થામાં જન્મજાત અવતરેલા છે. આશ્રમના ખૂબ જૂના અંતેવાસી, ગુરુદેવના ખૂબ જૂના શિષ્ય, સ્વામી પરમાનંદજી તેમને વિશે કહે છે, ‘‘બિલાડાં-કૂતરાં અને વાંદરાને ખવડાવતા અને તેની સેવા કરતા આ સ્વામીને જોવા જેવા છે. આશ્રમ પૈસાની ખેંચ અનુભવે તે સમયે પણ તે તો માંદા કૂતરાને કીમતી ઈંજેક્ષનો આપતા હોય ! કેટલાયે કાગળો જવાબ આપવાના પડ્યા હોય ત્યારે પડોશનાં ભૂલકાંઓને તે બિસ્કિટ, પિપરમીટ દઈ ઉપદેશ આપતા હોય ! પોતાની જાતનું કામ કરવા સમય હોય તો પણ માંદા દરદી કે કોઈ જીવજંતુ કે રૂપાળાં ફૂલની માવજતનો તેમને સમય મળે છે ! જો સ્વામી ચિદાનંદજીનાં જ્ઞાન, શક્તિ અને ગુરુદેવના ચરણકમળના તેમના પ્રેમનો એક સહસ્રાંશ પણ મારામાં હોત તો હું ત્રોટકાચાર્યની સ્થિતિએ પહોંચ્યો હોત !'' સ્વામી હરિશરણાનંદજી કહે: “સ્વામી ચિદાનંદજી બિલાડી અને વાંદરાના અંત્યેષ્ઠિ સંસ્કાર કરે છે અને તે વખતે મંત્રો તેમ જ કીર્તન ગાય છે. આ છે નિષ્કામ સેવા; સકળ વિશ્વ પ્રત્યેનો પરમ પ્રેમ. ચિદાનંદજીની ભાવના છે કે જે કોઈના સંસર્ગમાં તે આવે તે નારાયણ જ હોય છે !'' શ્રી નારાયણ સ્વામીએ કહ્યું, “તેણે ઘણી કળાઓ હસ્તગત કરી છે. તે આદર્શ સાધક, આદર્શ શિષ્ય, ગરીબ અને માંદાનો બેલી છે. તત્ત્વવેત્તા, રાજયોગી અને સંત છે.''

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70