Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ ૧૦ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-કપીકેશ તેની નાનીબા સુંદરશ્માએ સરોજિનીદેવી જતાં જે આઘાત અનુભવેલો તેને કારણે શ્રીધરે તેને વચન આપેલું કે તેઓના જીવતાં તે સંન્યાસી બનશે નહીં. ૧૯૪૦માં શ્રીધરને રૉયલ એર ફોર્સમાં પાઇલટ તરીકે જોડાવાનું આમંત્રણ મળ્યું. તે આમંત્રણને તેણે વિવેકપૂર્ણ રીતે નકાર્યું. તેણે પોતાની જાતની અગ્નિપરીક્ષા કરી સાધુનું જીવન જીવવાની ક્ષમતા તપાસી લીધી હતી. તેનો વૈરાગ્ય સમજણપૂર્વકનો, ધ્યાન અને અંતનિરીક્ષણ પછીનો હતો. છતાં તેના કુટુંબ પ્રત્યેની ફરજો છોડી તે નાસી જવા ઈચ્છતો ન હતો. તેની બે નાની બહેનો વસુધા અને વત્સલા તેમ જ કાકી માલતીબાઈને તેણે વિગતે વાત કરી તેનો સંસાર છોડવાનો આશય સમજાવ્યો. શ્રીધરની હૃદયપૂર્વકની અપીલના અંતે સમજણપૂર્વક બધાંએ તેના જીવનના ઊર્ધ્વગમનમાં આડે ન આવવાનું જણાવ્યું. તેઓએ કહ્યું કે જે ઈશ્વર શ્રીધરને તેનો જીવનરાહ બતાવી રહ્યો હતો તે જ જરૂરતના સમયે કુટુંબનું રક્ષણ કરશે. શ્રીધરનો રાહ હવે નિષ્કટક બન્યો. સ્વામી શિવાનંદજી સાથે તો તેણે પત્રવ્યવહાર કરેલો જ, તેની અનુમતિ પણ મળેલી. તેણે બીજા ચાર સંતો રમણ મહર્ષિ, સ્વામી રામદાસ, સ્વામી રાજેશ્વરાનંદ અને રામકૃષ્ણ મિશનના સ્વામી અશેષાનંદને કાગળો લખ્યા. આ સ્તુત્ય નિર્ણય માટે બધાંના આશીર્વાદ મળી ગયા. સાંઈબાબાના શીરડીના મૅનેજરને લખેલું, તેણે પણ પ્રસાદ મોકલ્યો. હવે સમય ગુમાવવો યોગ્ય ન હતો. નારાયણ ઉપનિષદના શબ્દોઃ ““કાર્યથી, જન્મથી, સંપત્તિથી નહીં, ત્યાગથી જ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70