Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 12
________________ ૫ સત્યની શોધમાં તેનું ધ્યાન હંમેશાં અંતર્મુખી રહેતું. તેના શિક્ષકોએ તેના ચારિત્ર્યગઠનમાં કરેલ અસર હજુ પણ સ્વામીજી યાદ કરે છે ! શ્રીધરના સહાધ્યાયી ડૉ. રામદાસને યાદ છે કે, ‘‘સહાધ્યાયી તરીકે બધાની માફક જીવનનો આનંદ લૂંટવામાં શ્રીધર પણ બધાનો સમોવડિયો રહેતો. તેને ક્રિકેટનો શોખ હતો. તે કિમ્બર્લીના એક જૂના ભવ્ય બંગલામાં રહેતો અને તેના વિશાળ પટાંગણમાં અમે ક્રિકેટ રમતા. તેના અને અમારા વચ્ચે એ ફરક હતો કે તે મૃદુ અને મધુર બોલતો. ખોટું બોલવું-ઝઘડવું કે સામાન્ય વિદ્યાર્થીઓ માફક શિક્ષક જોડે અડપલાં કરવાનું તે કદી વિચારતો પણ નહીં. કોઈ કોઈ વખતે તે અમારી સાથે ફિલસૂફીની ચર્ચા કરતો. અમે તે સમજી શકતા નહીં તેથી તેનું ફરી ગયું હોય તેમ અમે માનતા.'' ઘણાં વર્ષો બાદ જ્યારે શ્રીધર આધ્યાત્મિક મહાત્મા થયા, દુનિયા જ્યારે તેમને મળવા પડાપડી કરવા લાગેલી ત્યારે પણ એક જૂના જિગરી દોસ્તને મળવાના ઉમળકાથી જ સ્વામી ચિદાનંદ ડૉ. રામદાસને મળ્યા. રામદાસને થયું કે તે કોઈ અતિમાનવને મળી રહ્યા છે. સ્વામી વેંકટેશાનંદ કહે છે તેમ “શ્રીધર શાળામાં ઉત્કૃષ્ટ વિદ્યાર્થી અને ઘેર સાધુ હતો.'' સવાર કેવી પડે છે તે પરથી દિવસ કેવો જશે તે જેમ જાણી શકાય તેમ નાનપણથી જ શ્રીધરની ભલમનસાઈ અને ઉદારતા જણાઈ આવતાં. મુંધુમારી નામની એક ભિખારણને શ્રીધર હંમેશાં જમાડતો. પોતાની ખિસ્સાખરેચીમાંથી દવા ખરીદી ગરીબગુરબાને આપતો. રક્તપિત્તિયાંઓની સેવા શ્રીધરને મન કુદરતી બક્ષિસ હતી. તેના પિતરાઈ વેંકટરાવે પૂછ્યું કે તે આવા રક્તપિત્તિયાંઓની સેવામાં છાયિક-૩

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70