Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 11
________________ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી-ઋષીકેશ આધુનિક દૃષ્ટિવાળો અને સર્વધર્મસમભાવવાળો થયો. એક વર્ષ સેટ એન્સમાં ગાળ્યા બાદ તે રોઝારીઓ માધ્યમિક શાળામાં ત્રણ ધોરણ સુધી ભણ્યા. વિદ્યાર્થીકાળમાં તેઓને મહાત્મા ગાંધીની ખૂબ નજીક બેસવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયેલું. પોતાના દાદા એન. વેંકટરાવ ગાંધીજીની એક પ્રાર્થનાસભાના પ્રમુખ હતા ત્યારે શ્રીધર ગાંધીજી સાથે એક જ વ્યાસપીઠ પર બેઠેલા. સ્વામીજીની જિંદગીનો આ પ્રસંગ અવિસ્મરણીય બની રહ્યો છે. શ્રીધરના બાળપણનો આઘાતપૂર્ણ પણ ભુલાય નહીં તેવો પ્રસંગ હતો તેની માતાનું નાની વયે થયેલું મૃત્યુ. ૩જી જૂન, ૧૯૨૬ના રોજ ૨૮ વર્ષની નાની વયે તેમનું અવસાન થયું. શ્રીધર દશ વર્ષની કૂણી વયનો બાળ હતો. આવા કૂણા છોડ પરના આ કુઠારાઘાતે શ્રીધરને ફાની દુનિયા વિશે વિચાર કરતો કરી મૂક્યો. તેના પિતાશ્રી શ્રીનિવાસરાવ પણ વિરક્ત થઈ ગયા અને રામનામ સંકીર્તનમાં ડૂબેલ રહેવા લાગ્યા. બાળકના ભણતરનો પણ બાપને ખ્યાલ ન રહ્યો. દાદા-દાદીએ તેને મેગલોર લઈ જઈ ફરી રોઝારીઓ સ્કૂલમાં દાખલ કર્યો. ૧૨ વર્ષની વયે તેણે ‘ઈશ્વરની શોધમાં' નામનું સ્વામી રામદાસનું પુસ્તક મોઢે થઈ જાય તેટલી વખત વાંચ્યું. તેને તેમાંની યાત્રાનું વર્ણન ઘણું રોચક લાગતું. ઈશ્વર અને તેના ફિરસ્તાઓ માટેનો શ્રીધરનો પ્રેમ ખૂબ ગાઢ બન્યો. ૧૯૩૨માં શ્રીધર મેંગલોર છોડી, મદ્રાસમાં તેના પિતાશ્રી સાથે રહેવા આવ્યો અને હાઈસ્કૂલમાં બે વર્ષ ગાળી S.S.L.C. પૂરું કર્યું. શ્રીધર ભણતરમાં ખૂબ સહેલાઈથી આગળ રહેવા છતાં

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70