Book Title: Chidanand Saraswati Santvani 28
Author(s): Shivanand Adhvaryu
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ શ્રી સ્વામી ચિદાનંદ સરસ્વતી ઋષીકેશ કેમ રસ લેતો હતો ત્યારે તેણે નવાઈ પામતાં કહેલું, ‘કેમ? તે પણ મારા અને તારા જેવા માણસો જ છે ને ?'' કિમ્બર્લીના બંગલે શ્રીધરે ભગવાન રામકૃષ્ણદેવની ભક્તિ માંડી. દર રવિવારે તે મદ્રાસમાં માઈલાપોર રામકૃષ્ણ મિશનમાં જતો. વિવેકાનંદનાં જોમભર્યાં ભાષણો તેનામાં આધ્યાત્મિક સ્રોત વહાવતાં. ૧૯૩૪માં S.S.L.C. પાસ કરી, લોયોલા કૉલેજમાં ઇતિહાસ અને તર્કશાસ્ત્રના વિષયો લઈ BA. કર્યું. કૉલેજમાં તેમણે બાઇબલનો ઊંડો અભ્યાસ કર્યો. વધસ્તંભ પરમ ત્યાગનો સૂચક છે. હલકટ મનને મારીને શાશ્વત માટે જીવવાની તેમાંથી તેણે પ્રેરણા મેળવી. સંત ફ્રાન્સિસની દરેક જીવ પ્રત્યેની અનુકંપાની શ્રીધર પર એવી સચોટ અસર થયેલી કે પવિત્ર સંતના આત્મા સાથે તે એકતા અનુભવતો. સંત ફ્રાન્સિસની પ્રાર્થનાનું શ્રીધરને મન ગુરુમંત્ર જેટલું મહત્ત્વ હતું. ‘હે પ્રભો ! મને તારો શાંતિનો દૂત બનાવ; ધિક્કારની જગાએ પ્રેમ પ્રસારું. ઈજા પહોચાડનારને માફી બહ્યું; બેસૂરું વાતાવરણ હોય ત્યાં સંઘબળ સ્થાપું, શંકાના વાતાવરણમાં વિશ્વાસ જગાડું; નિરાશા ઘેરે ત્યાં આશા પ્રેરું, અંધકારમાં દીવો બનું. ગમગીનીને આનંદમાં ફેરવું. હે દિવ્ય સ્વામી ! આશ્વાસન માગું નહીં પણ આપતો રહું;

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70