________________
પ્રવૃ૫]
ચતુર્વિશતિપ્રબન્ય
૧૫
સાંજના તેને કઈકે બે બળદ ભેટ તરીકે આપ્યા. લલ્લ તેને ગુરુ પાસે લઈ ગયો. ગુરુએ કહ્યું કે આ બે (બળદો) જ્યાં પોતાની મેળે જઈને ઊભા રહે ત્યાં આ (તારું) દ્રવ્ય ખરચીને તારે ચિત્ય કરાવવું. એ સાંભળીને તેણે છૂટા મૂકી દીધેલા બળદે “પિપ્પલાનક” ગામમાં કઈ સ્થળે (જઈ) ઊભા રહ્યા. તે ભૂમિમાં લલે ચૈત્ય (બંધાવવું) ૫ શરૂ કરાવ્યું. તે પૂર્ણ થયું (તેવામાં) ત્યાં કઈ અવધૂત આવ્યો. તેણે કહ્યું કે આ મંદિરમાં દોષ છે. લોકોએ કહ્યું કે શું દેણ છે? તેણે કહ્યું કે સ્ત્રીનું હાડકું છે. તે સાંભળીને લલે ગુરુને વિનતિ કરી. એટલે ગુરુએ કહ્યું કે હે લલ ! ભૂમિ નિઃશલ્ય બનાવી ફરીથી મંદિર બંધાવ. એ માટે તારે દ્રવ્યની ચિંતા ન કરવી, કેમકે તેની ૧૦ અધિષ્ઠાત્રી તે ધન પૂરું પાડશે. તેણે મંદિર ઉખેડવા માંડયું. તેવામાં શબ્દ થયો કે ચૈત્ય ઉખેડશો નહિ, ગુરને તે વાત કહેવામાં આવી. (આથી) તેમણે ધ્યાન ધર્યું. (તે) અધિષ્ઠાત્રી દેવી આવી. તેણે કહ્યું કે હું “કજ'ના રાજાની પુત્રી નામે મહણીક “ગૂર્જર દેશમાં વસતી હતી તેવામાં સ્વેચ્છની ફેજ આવતાં હું નાઠી. પરંતુ તેમણે ૧૫ મારી પૂઠ પકડી; એથી બીકથી હું આ કૂવામાં પડી અને મરીને હું વ્યંતરી થઈ (). એથી મારા શરીરના હાડકારૂપ શલ્ય ખેંચાય તે મને માન્ય નથી. પ્રતોલીમાં મને તમે અધિષ્ઠાત્રી કરો કે જેથી હું સંપત્તિમાં વધારો કરું. ગુરુએ હા પાડી. ત્યાર બાદ તેણે આપેલી ભૂમિમાં તેના લાયક કુલિકા કરાવાઈ. વળી ત્યાંથી અગણિત પિસે ૨૦ મળ્યો. લલ્લ કોઈ હરીફ ન થઈ શકે એવા (અર્થાત અપ્રતિમ) સુખને પાત્ર બન્યો. સંધ પણ સંતોષ પામ્યો. લલ્લ ઉપરના ઠેષને લીધે બ્રાહ્મણોએ મરવા પડેલી ગાય મંદિરમાં ફેંકી. તે ત્યાં મરી ગઈ. શ્રાવકોએ તે વાત ગુરુને કહી. ગુરુએ વિદ્યાના બળ વડે (એ) ગાયને બ્રહ્મભવનમાં ફેંકી. જેવું પારકાનું ચિતવાય તે સંમુખ આવીને ઊભું રહે છે. અન્ય ૨૫ ઉપાય નહિ હોવાથી બ્રાહ્મણોએ છવદેવસૂરિનો અનુનય કર્યો. (તેમણે વિનતિ કરી કે) હે જીવદેવસૂરિ ! અમને તારે. શ્રીસૂરિએ તેમનું સર્જન કર્યું અને કહ્યું કે જે મારા ચૈત્યમાં મારા પટ્ટધર આચાર્યની શ્રાવકની પેઠે તમે સર્વ ભક્તિ કરે, મારા આચાર્યને આચાર્યપદવીના પ્રસ્તાવ વેળા સુવર્ણમય ઉપવીત આપિ, વળી તેનું સુખાસન તમે જાતે ૩૦ વહન કરે તે આ ગાયને બ્રહ્માલ્યથી પાછી ખેંચી લઉં;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org