________________
vers ]
ચતુર્વિશતિપ્રબન્ધ વાસે તેણે અપાવ્યા. પેલા બે વાદી પ્રતિવાદીએ પક્ષ અને પ્રતિપક્ષ ગ્રહણ કરીને વાદને પ્રારંભ કર્યો. સભ્યો કૌતુકથી આક્ષિત બની જેવા લાગ્યા. બંને અસાધારણ પ્રતિભાવાળા હતા. વાદમાં છ મહિના ચાલ્યા ગયા. પરંતુ) બેમાંથી કોઈ હાર્યું કે છ નહિ. આમે સાંજે સૂરિને કહ્યું કે રાજકાર્યમાં બાધ આવે છે, વાસ્તે આને જલદી છે. સૂરિએ કહ્યું કે " સવારે એને નિગ્રહ કરીશ; બ્રાન્તિ રાખશે નહિ. રાત્રે સૂરએ મન્નની શક્તિથી મંડળમાં હાર, અર્ધ હાર, મણિ અને કુંડળથી અલંકૃત દેહવાળી, દિવ્ય અંગરાગ અને વસ્ત્રવાળી તેમજ દિવ્ય કુસુમના સુવાસથી જેણે ભુવનના ઉદરને વાસિત કર્યું છે એવી ભગવતી ભારતીને સાક્ષાત્ બોલાવી. તેમણે તત્કાળ બનાવેલાં ચૌદ દિવ્ય કાવ્ય વડે એની સ્તુતિ કરી. ૧૦ દેવીએ કહ્યું કે હે વત્સ ! મને કેમ યાદ કરી ? સૂરીશ્વરે કહ્યું કે વાદમાં છ મહિના લાગ્યા છે. (હવે) એવું તમે (કંઈ ) કરે કે જેથી એ નિરુત્તર બને. દેવીએ કહ્યું કે હે વત્સ! એણે મને પૂર્વે સાત ભવ પર્યત આરાધી છે. મેં આ ભવમાં એને અક્ષયવચન-ગુટિકા આપી છે. તેના પ્રભાવથી ચક્રવતીના નિધિની પેઠે એના વચનની હાનિ થતી ૧૫ નથી. સૂરિએ કહ્યું કે હે દેવી! શું તમે જૈન શાસનના વિરોધી છે કે મને જયલક્ષ્મી આપતાં નથી ? ભારતીએ કહ્યું કે વત્સ ! હું જીતવાનો ઉપાય કહું છું. (કાલે) સવારે વાદ શરૂ થતાં સર્વે સભ્યોને તારે મુખશૌચ કરાવવું. કોગળા કરતાં એન (વર્ધનકુંજરના) મુખમાંથી મારી ઈચ્છાથી ગુટકા નીકળી પડશે એટલે તું જીતીશ. પરંતુ ૨૦ એક યાચના કરું છું કે મારી સ્તુતિના ચૌદમા કાવ્યને તારે કોઈની આગળ પ્રકાશ કરવો નહિ; કેમકે એનું પઠન થતાં મારે અવશ્ય પ્રત્યક્ષ થવું પડશે. હું કેટલાની આગળ પ્રત્યક્ષ થાઉં? આ કલેશથી સર્યું. એમ કહીને દેવી વીજળીના ઝબકારાની પેઠે અંતર્ધાન થઈ ગઈ. સૂરિએ રાત્રે પિતાના એક અત્યંત આપ્ત શિષ્યને વાક્ષતિ રાજા પાસે ૨૫ મોકલી કહેવડાવ્યું કે સુરિ એમ કહે છે કે હે રાજન ! તમે વિદ્યાનિધિ છે. “લક્ષણાવતી' પુરીમાં તમારે અમને પરિચય થયો હતે. તેવારે તમે કહ્યું હતું કે હે ભગવન્! તમે ઈચ્છા રહિત છે એટલે હું આપની શી ભક્તિ દર્શાવું? તે વેળા અમે કહ્યું હતું કે અવસરે કોઈક પ્રકારની ભક્તિ કરાવીશું. આપે કહ્યું કે એમ છે. એ અવસર ૩૦ હવે અહીં ઉપસ્થિત થયેલ છે. વાક્ષતિએ શિષ્યને પૂછ્યું કે સૂરિ મને શી આજ્ઞા ફરમાવે છે? હું એમને આદેશ પ્રમાણે ખચ્ચિત વર્તીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org