________________
૧૫
(૧૯) વત્સરાજ ઉદયનને પ્રબન્ધ પૂર્વ દિશા)માં “વત્સ દેશ છે. તેમાં કૌશાંબી નગરી છે. શ્રીઋષભના વંશના શાન્તન, વિચિત્રવીર્ય, પાંડુ, અર્જુન, અભિમન્યુ, ૫ પરીક્ષિત અને જનમેજય કુળમાં સહસ્ત્રાનીક રાજા થયે. તેને
શતાનીક (નામે) પુત્ર હતો. તેની પત્ની નામે મૃગાવતી મહાસતી, ચેટક રાજાની પુત્રી અને મૃગાક્ષી હતી. તેમનો પુત્ર ઉદયન હતો કે જે ખરેખર “નાદસમુદ્ર' કહેવાતો હતો અને જેણે “ઉજજયિની માં
વિષ્ય” (પર્વત) તરફ જતા અનલગિરિ નામના હાથીને ગીતની ૧૦ શક્તિથી ફરીથી આલાને બાંધી ચંડપ્રદ્યોતના રાજ્યને પ્રકાશમય
બનાવ્યું. તે સુખે રાજ્ય કરતો હતો. જુવાનીમાં હાઈ તે ભેગી, કળાને વિષે આસક્તિવાળો, ધીર અને લલિત નાયક હતા.
આ તરફ પાતાલમાં “કૈચહરણ” નામનું નગર હતું. ત્યાં વાસુકિ નાગરાજ (ગે) વેત અને નીલ કમળ વડે લાંછિત ફેણવાળો (વસતી) હતું. તેને નામ દેવી નામની પત્ની હતી. દેશ વિશાળ હતા. તક્ષક નામને તેને પ્રતીહાર હતો જે વિષમ દેવીને પતિ હતા અને જેના ફેણના મંડપમાં તેર ભાર કરેડ વિષ રહેતું હતું એમ કહેવાય છે. વાસુકિને દિવ્ય રૂપવાળ વસુદત્તિ નામની પુત્રી હતી. તેને ચૌદ સખીઓ હતી. જેમકે (૧) ધારૂ, (૨) વારૂ, (૩) ચંપકસેના, (૪) વસંત વલ્લી, (૫) મેહુમાયા, (૬) મદનમૂછ, (૭) રંભા, (૮) વિમલાનના, (૯) તારા, (૧૦) સારા, (૧૧) ચંદનવલ્લી, (૧૨) લક્ષ્મી, (૧૩) લીલાવતી અને (૧૪) કલાવતી. તે તેમની સાથે વીણા, મૃદંગ, વાંસળી, સુભાષિત ઇત્યાદિ દ્વારા રમતી.
એક દહાડે તે (ચૌદ સખીઓ)માંથી એકે (તેને) કહ્યું કે હે સ્વામિની વસુદત્તિકા. પરિવાર સહિત હું સખી નરલોકમાં આવેલી) કૌશાંબી'માં દિવ્ય શોભાવાળા અને મોટા એવા ઉદ્યાનમાં ક્રીડા કરવા ગઈ. ત્યાં મેં બકુલ, વિચલિ, દમનક, ચંપક, વિરહક વગેરે ઝાડોની, સારણીઓની, ક્યારાઓની અને વાડીનાં પાંદડાં(૧)ની શોભા જોઈ. જે સ્વામિનીને
તે કીડા ગમતી હોય તે ત્યાં પધારે. આ સાંભળી એ વદત્તિકા પેલી ૩૦ બધી ચૌદે (સખીઓ) સાથે ઈચ્છાસિદ્ધિથી એકદમ તે વનમાં પહોંચી. તેઓ ત્યાં કીડા કરવા લાગી. તેમણે પુષ્પો વીણ્યાં (અને) તે વડે કંડિયાઓ
૧ હાથીને બાંધવાને ખભે. ૨ બેરસલી. ૩ પાણીની નહેરો કે ની.
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org