________________
અંદર તેણે
ના માલિક
જ અંદર
જવણ]
ચતુર્વિતિપ્રબન્ય પણ આવીને મદનવર્માને કહ્યું કે તે કલેશી રાજાને દ્રવ્ય વડે સંગે તોપણ (આપ) રાજેશ્વરને જેવા ઇચ્છું છું એમ તે કહે છે. ત્યારે મદનવર્માએ કહ્યું કે તે એ આવે. તે ઉપરથી સેનાને ત્યાં જ મૂકીને પરિમિત સેના સાથે સિદ્ધરાજ તે ઉદ્યાનમાં આવ્યો કે જ્યાં મોટા કિલ્લામાં આવેલા મહેલમાં મદનવ હતે. કિલ્લાની બહાર લાખ ૫ સુભટ ઊભા હતા. દરવાજા પર્યત આવીને દ્વારપાલો દ્વારા અંદર તેણે કહાવ્યું કે અમે આવ્યા છીએ. “મહેબૂક'ના માલિકે કહ્યું કે ચાર માણસ સાથે આવે. સિદ્ધરાજ અંદર આવે અને જુએ છે તે સુવર્ણનાં તોરણવાળા સાત દરવાજા જોયા. આગળ રૂપા અને સેનાની વાવે તેણે જોઈ. વિવિધ દેશની ભાષાને વિષે નિપુણ, ચન્દ્ર જેવા ૧૦ વદનવાળી, વિશાળ નિતંબવાળી તેમજ જુવાની વડે મનહર અવયવવાળી અબળાઓ તેની નજરે પડી. પણવ, વાંસળી, વીણુ, મૃદંગ વગેરેની કળાને વિષે આસક્ત સેવક જન (પણ) તેના જોવામાં આવ્યા. તેણે વિશાળ ગીત સાંભળ્યાં. “નંદનવન કરતાં અધિક (મનહર) ઉદ્યાન, હિમગૃહ, હંસ, સારસ વગેરે પક્ષીઓ, સેનાનાં ઉપકર, કેળનાં પગનાં ૧૫ જેવાં કેમળ વચ્ચે, અને કામદેવનો રાગ ઉપજાવનારાં મેટાં ફૂલના કંડિયા તેણે જોયાં. એ પ્રમાણે જોતાં જોતાં આગળ આગળ જતાં તેણે સાક્ષાત્ મદન જેવા, મધુર વયવાળા, મોટે ભાગે મોતીના મિત અલંકારવાળા, સર્વાંગે લક્ષણેથી યુક્ત, સેના જેવી કાંતિવાળા, મીઠા સ્વરવાળા, કમળ જેવાં નેત્રવાળા, ઊંચા (અણીદાર) નાકવાળા અને ભરેલા દેહવાળા મદનવને દીઠે. મદનવર્માએ પણ સામા આવી આલિંગન કરી સોનાનું આસન આપી તેને કહ્યું કે હે સિદ્ધરાજ ! અમારું આજે પુણ્ય છે કે તું અતિથિ સાંપડડ્યો. સિદ્ધરાજે કહ્યું કે હે નૃપ આ આવર્જના-વચન મિથ્યા છે. પરંતુ પ્રધાન આગળ “કબાડી' એમ જે તે કહ્યું હતું તે સાચું છે. મનમાં હસ્યો કે હે સિદ્ધરાજ ! ૨૫ તને આ કેણે કહ્યું? સિદ્ધરાજે કહ્યું કે તારા તે જ મંત્રીઓએ. મારી નિન્દા કરવામાં દેવને શો અભિપ્રાય છે? મદનવર્માએ કહ્યું કે હે દેવ! આ કલિ (કાળ) છે, જીવન અલ્પ છે, રાજ્યલક્ષ્મી પરિમિત છે અને બળ તુચ્છ છે, તેમ છતાં પુણ્યથી વિશાળ રાજ્ય મળે તે તે પણ જે ન ભેગવાય અને વિદેશમાં રડવડાય (?) તે કબાડીપણું ૩૦ કેમ નહિ ? સિદ્ધરાજે કહ્યું કે સાચું, સાચું ; એ કબાડી તે હું છું જ. તું જ ધન્ય છે જેને આ પ્રકારનાં સુખો છે. તેને જોતાં અમારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org