________________
૫
શ્રી જશેખરસૂરિકૃત [ છીeતુપરરાજા થયો છે. એ ત્રીજે ભવે મોક્ષે જશે. અનુપમદેને છવ તે અહીં જ પૂર્વ કેટિના આયુષ્યવાળી શેઠની પુત્રી(રૂપે અવતરેલ છે અને એ) આઠ વર્ષની થતાં મેં એને દીક્ષા આપી છે. અત્તમાં તેને કેવલજ્ઞાન અને મેક્ષ (મળશે). એ સાધ્વી વ્યંતરને બતાવી. ત્યાર બાદ તે વ્યંતરે અહીં આવી એ બેની ગતિ પ્રસિદ્ધ કરી. ત્યાં તેજ:પાલે વિલાપ કર્યો કે કુમુદાકરને આનંદ, સમુદ્રની વૃદ્ધિ અમૃત ઝરતા પ્રકાશ વડેચકારરૂપ વનિતાનાં નેત્રકમલને આનંદિત કરવાં, એ સર્વને તિરસ્કારથી અનાદર કરીને હૃદય વિનાને રાહુ ત્રણ જગતની લક્ષ્મીના લલાટને વિષે તિલકસમાન ચન્દ્રને અરેરે ગળી ગયો. જયન્તસિહે કહ્યું કે કેવલ ખઘાત જેટલા (જ) પ્રભાવાળા કેટલાએ વિવિધ તારાઓ આકાશના અંતરાલને શું ચમકાવતા નથી ? (પરંતુ) એક પેલા ચન્દ્ર વિના આજે બધી દિશાઓ મલિન વદન વહન કરે છે. કવિઓએ કહ્યું કે અમને એમ લાગે છે કે હે વિધાતા ! તું મદ મતિવાળાની સીમા છે--મૂર્ખને સરદાર છે. સેવાના અભિલાષીઓ સાથે (તારે) વેર હોવાથી તે વરેચન, સાતવાહન, બલિ, શ્વેત, અન્જ, ભેજ વગેરે કે જે વિશ્વના જીવનરૂપ હતા તેમને તે ક૯પના અંત પર્યત જીવતા ન રાખ્યા અને માર્કડ, ઘુવ અને લોમશ મુનિએને પુષ્કળ આયુષ્યવાળા બનાવી તૃપ્ત કર્યા. લેકાએ કહ્યું કે અમે શું કરીએ ? કેને ઠપકે આપીએ? કોનું ધ્યાન ધરીએ? કેની સ્તુતિ કરીએ? કેની આગળ દુઃખથી મલિન એવું અમારું મેહું હવે બતાવીએ? દેવગે અરેરે આંગણામાં રહેલું કલ્પવૃક્ષ સુકાઈ ગયું, ચિન્તામણિ ચૂર્ણ () થઈ ગયું, કામધેનુ ક્ષીણ થઈ ગઈ અને કામકલશ ભાંગી ગયો. પછી તેજપાલે અને જયન્તસિંહે “શનું જયના એક પ્રદેશમાં મંત્રીના દેહને (અગ્નિીસંસ્કાર કર્યો. તેમણે સંસ્કારભૂમિની પાસે “સ્વર્ગારોહણ” નામને પ્રાસાદ બનાવ્યો કે જેને તેમણે નમિ અને વિનમિથી યુક્ત રાષભ વડે સનાથ કર્યો. લલિતાદેવી અને સેવૂ (એ) બે મંત્રિણીઓ અનશનપૂર્વક મરણ પામી. શ્રી તેજપાલ તે અનુપમા સાથે મધ્યમ વ્યાપાર અને ભેગ યુક્ત બની લેશથી પણ તે જ પ્રકારે દાન આપતે ૧૭૮૦મે વર્ષે સ્વર્ગે ગયે. ધીરે ધીરે શ્રીજયન્તસિંહ પણ પરલેક પામ્યો. શ્રી અનુપમાએ પણ તપશ્ચર્યાથી કલ્યાણકારી સ્વર્ગ મેળવ્યું. શ્રીવાસ્તુપાલ અને તેજપાલ (એ) બેનાં ધર્મસ્થાનોની ગણત્રી કરવા કણિ સમર્થ છે ? તેમ છતાં ગુરૂમુખે સાંભળેલું કંઈક અમે લખીએ છીએ
૧ અનુપમા દેવી. ૨ માર્કય ().
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org