________________
ચતુર્વિશતિપ્રબન્ધ
૧૯૭ બંને મંત્રીઓએ કરી દેશથી ગુરુને સત્વરે બોલાવ્યા. કુલગુરુએ મુહૂર્તપ્રતિષ્ઠા, દેવાલયની સ્થાપના અને વાસનિક્ષેપ કર્યો. વળી સાધર્મિક વાત્સલ્ય, શાન્તિક, મારિવારણ, સ્વામિપૂજા, લેકનું રંજન, ચૈત્ય પરિપાટી પર્યટન કરાયાં. ત્યાર બાદ પ્રતિલાભના થઈ, ત્યાં કવીશ્વરે, નરેશ્વર અને સંધેશ્વરો મળ્યા. લોકેને કૌશેય, કટક, કુંડળ, હાર વગેરે અને યતિપતિને તે તેમને યોગ્ય એવાં વસ્ત્ર, કાંબળ, ભોજ્ય વગેરે અપાયાં. તે વેળા સંઘની રજા મેળવેલા શ્રીનરચન્દ્રસૂરિએ વ્યાખ્યાન કર્યું કે પરમ આહત અને સેંકડે રાજાને સ્વામી એ જે ચૌલુક્ય, જિનેન્દ્રની આજ્ઞાથી પરિચિત હોવા છતાં નિર્ચથ જનને શુદ્ધ દાન આપતા નથી તેણે પોતાનાં સુંદર આચરણ વડે સ્વર્ગ મેળવેલું હોવા છતાં સત્પાત્રને દાન ૧૦ (દવા)ની ઈચ્છાથી તે 'ગૂર્જર ભૂમિમાં નક્કી શ્રીવાસ્તુપાલરૂપે અવતર્યો છે. (એ સાંભળી) સંઘ ખુશી થશે. ત્યાર પછી શુભ શુકનપૂર્વક મંત્રી સંધ સાથે ચાલ્યો. રસ્તામાં સાત ક્ષેત્રને ઉદ્ધાર કરતે તે શ્રીવર્ધમાનપુરની પાસે રહ્યો. “વર્ધમાનપુરમાં તે વેળા ઘણા જનને માન્ય એ રત્ન નામને શ્રીમાન શ્રાવક વસતો હતો. તેના ઘરમાં ૧૫ દક્ષિણાવર્ત શંખ પૂજાતે હતો. રાત્રે કરંડિયામાંથી બહાર નીકળી તે ( શંખ) સ્નિગ્ધ અને ગંભીર રીતે ઘુમધુમ કરતો અને નાચતે. તેના પ્રભાવથી તેને ઘેર ચારે અંગે પૂર્ણ લક્ષ્મી હતી. (એક) રાત્રિએ શંખે રત્નને કહ્યું કે હું તારા ઘરમાં ઘણું રહ્યો. હવે તારું પુણ્ય થોડું છે. (વાસ્તુ હવે) તું મને શ્રીવાસ્તુપાલરૂપ પુરુષોત્તમના કરકમળને ૨૦ પ્રણયી બનાવ-તેને સોંપી દે. મારું સત્પાત્રને વિષે દાન કરવાથી તે આ લેકમાં તેમજ પરકમાં પણ સુખી થઈશ. સ્પષ્ટપણે તે જાણી, પુષ્કળ સામગ્રીપૂર્વક સામે જઈ, સંઘ સહિત મંત્રીશ્વરને આમંત્રણ આપી અને પિતાને ઘેર બહુ પરિકર સહિત જમાડીને વસ્ત્ર આપી રત્ન (મંત્રીશ્વરને) કહ્યું કે મને શંખે આ આ હુકમ કર્યો છે. (વાસ્તે) તમે ર૫ એ ગ્રહણ કરે. મંત્રીએ કહ્યું કે અમે પારકા પૈસાના અર્થ નથી. (કાઈ) ચાડીઓ પાસેથી શંખનું અસ્તિત્વ જાણીને મંત્રી પોતે જ એ લઈ લેશે તેથી હું જાતે જ આપી દઉં એવી આશા ન રાખશે કેમકે અમે તેમજ અમારા પ્રભુ લોભી નથી. એમ કહી જ્યારે મંત્રી વિરક્ત રહો ત્યારે રને કહ્યું કે હે દેવ! એને મારે ઘેર રહેવું ગમતું નથી. તેથી શું કરાય? ૨૦. (એ) લે જ તે ઉપરથી મંત્રીએ શંખ લીધે. તેને પ્રભાવ અનંત છે. ધીરે ધીરે સંઘ શ્રી શત્રુંજયની તળેટીએ આવી પહોંચે ત્યાં લલિતા”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org