________________
વષ ] ચતુર્વિશતિપ્રબન્ધ
૧૬ તેટલામાં કોઈ પરદેશી ભાટે આવી, આશીર્વાદ બેલી અને સભા જોઇને એમ કહ્યું કે અહે “પરમાર વંશને વિષે ધૂમકેતુ એવા શ્રી સિદ્ધરાજની સભા મદનવર્માની સભાની પેઠે ચિત્તને આશ્ચર્ય ઉત્પન્ન કરનારી છે. તે સાંભળીને તે જ ભાટને સામે બેસાડી સિદ્ધરાજે પૂછ્યું કે હે ભાટ ! એ મદનવમ કણ છે? કયા નગરમાં કયું રાજ્ય તે કરે છે? ભાટે ૫ કહ્યું કે હે દેવ ! પૂર્વ દિશા)માં “મહેબિક” નામે વિશાળ નગર છે. ત્યાંને મદનવર્મા નામને રાજા ચતુર, દાની, ભોગી, ધર્મ અને નીતિમાન હેઈ જાણે નલ, પુરૂરવા કે વત્સરાજ પૃથ્વી ઉપર ફરીથી અવતર્યા હોય એમ લાગે છે. તે રાજાને તેમજ તે નગરને જે ખરેખર રોજ જુએ છે તે પણ તેનું વર્ણન કરી શકે તેમ નથી. તે કેવળ જઈને મૂગાની ૧૦ પેઠે મનમાં (તેના આનંદનો) સ્વાદ અને તેના ગુણને જાણે છે. અમે બહુબેલા હોવાથી અમારા વચનમાં મોટે ભાગે લોકને વિશ્વાસ હેતે નથી. પણ કોઈ અત્યંત આપ્ત અને જાણકાર એવા પિતાના પ્રધાનને મકલ જેથી તે સંપત્તિને જોઈ અહીં આવીને તે દેવને એનું નિવેદન કરે. એ પ્રમાણેનું ભાટનું વચન અવધારીને સિદ્ધરાજે એક પ્રધાનને ૧૫ કેટલાક માણસો સાથે (તે) જેવાને ત્યાં તે જ ભાટ સાથે મોકલ્યો. તે ભાટ અને પ્રધાન ગયા. ભાટે પ્રધાનને “મહાબક” નગર બતાવ્યું. (તે) જોઈને વિલંબ વિના રાજા પાસે આવી તેણે જેવું હતું તેવું કહ્યુંઃ હે નાથ! અવધારે. હું ત્યાં ગયે. ભાટે તે નગર દેખાડયું. તે વેળા ત્યાં વસંતને ઉત્સવ ચાલતો હતો. વસંત, અલક વગેરે ૨૦ રાગોથી ગીત ગવાતાં હતાં. દિવ્ય અલંકારવાળી અબળાઓ ફરતી હતી. લાખો મદનની ભ્રાન્તિને ઉત્પન્ન કરતા યુવકે વિલાસ કરતા હતા. યક્ષકઈમ વડે શેરીએ શેરીએ છાંટણાં થતાં હતાં. મહેલે મહેલે સંગીત હતાં. દેવે દેવે મેટી પૂજા થતી હતી. ઘેર ઘેર ઉત્તમ જમણવાર થતી હતી. રાજકીય દાનશાળામાં તો દાળ, કુરનાં ઓસામણ મોકળાં મૂકાતાં ર૫ ન હતાં, પરંતુ ખાડામાં નંખાતાં. તે વેળા (તેમાં) ઘંટ સહિત હાથી ડૂબી જતો. રાજકીય ઘોડેસવારે શહેરની આસપાસ ફરી લેકને બીડાં આપતા હતા. કપૂર વડે ધૂલિપર્વને ઉદય થયો હતો. રાત્રે વણિક દુકાને બંધ કરતા નહિ, ઉઘાડી મૂકતા (અને) સવારે આવી ત્યાં) બેસતા. એ પ્રમાણેની નીતિ છે. વ્યવસાય પણ આચાર માત્રથી જ ૩૦
૧ હિંડળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org