________________
૧૭૮
શ્રી રાજશેખરસૂરિકૃત [છીવતુઓએ ભોગવી. હાલ તમે પિતા પુત્ર લવણપ્રસાદ અને વિરધવલ (ભોક્તા) છે. આ ગૂર્જર' ભૂમિ કાળે કરીને સ્વામીના અભાવે અન્યાયમાં તત્પર એવા પાપીઓ દ્વારા મલે વડે ગાયની જેમ “માસ્ય ન્યાય મુજબ પીડામાં પડેલી છે. જો તમે વસ્તુપાલ અને તેજ:પાલને પ્રધાન બનાવે તે રાજ્યને પ્રતાપ અને ધર્મની વૃદ્ધિ થાય. હું મહણદેવી તમારા બધે પસરેલા પુણ્યથી આકર્ષાઈ બોલી રહી છું. એમ બોલતી જ તે વીજળીની પેઠે એકદમ અદશ્ય થઈ ગઈ. રાણા શ્રી વીરધવલ પદ્માસને રહી પથારીમાં બેઠે બેઠે ચિંતવવા લાગે કે અહે સાક્ષાત દેવીને -ઉપદેશ ! દેવીએ જે કહ્યું તે પ્રમાણે) તે બેને પ્રધાન બનાવવા જ, કેમકે ગર્વવાળા હાથવાળા રાજાઓ લક્ષ્મી ઉપાર્જન કરે છે પણ નીતિ દ્વારા તેની ઉન્નતિ તો પ્રધાન જન કરે છે. સમુદ્ર રત્નની શ્રેણિને જન્મ આપે છે, પરંતુ તેને સંસ્કાર તે આ જગતમાં મણિકારને સમુદાય કરે છે. એ પ્રમાણે વિચારી તે સવારે ઊઠયો. મહણદેવીએ પૂર્વે કહેવાઈ ગયેલ જ ઉપદેશ લવણુપ્રસાદને પણ આપો. સવારનું કાર્ય કરી પિતા અને પુત્ર ભેગા મળ્યા. તે બંનેએ પરસ્પર રાત્રિને વૃત્તાન્ત કહ્યો. બંનેને સંતોષ થયો. તે વારે જ તેમને કુલગુરુ નરભારતી સેમેશ્વરદેવ સ્વર્યાયન માટે આવ્યા. તેમણે તેને તે વૃત્તાત કહ્યો. તેણે પણ કહ્યું કે હે દેવ ! તમારા પ્રાચીન પુણ્યથી પ્રેરાઈને દેવી પણ સાક્ષાત (દર્શન દે) છે, તેથી તેના કહ્યા પ્રમાણે કરો. પ્રધાનરૂપ બળ વિના રાજ્ય- પરિકર્મ કંઈ નથી. દેવીએ તમારી આગળ જે પ્રધાનનું પ્રતિપાદન કર્યું છે તે તે તે અહીં આવેલા છે. મને તેઓ મળ્યા હતા. તેઓ રાજાની સેવા (કરવા)ને અભિલાષી છે, ૭૨ કળાના જાણકાર છે, ન્યાયનિક છે અને જૈન ધર્મના જ્ઞાતા છે. જે હુકમ હેય તે લાવું. રાણાની આજ્ઞાથી એ
પુરોહિત ખરેખર તેમને તરત જ લઈ આવ્યો, નમસ્કાર કરાવી આસર૫ નાદિ પ્રતિપત્તિથી તેણે તેમનું સન્માન કર્યું. શ્રોલવણપ્રસાદની આજ્ઞાથી
વીધવલે જાતે તેમને કહ્યું કે તમારી આકૃતિ ગુણોની સમૃદ્ધિ કહી રહી છે. તમારી નમ્રતા કુળની વિશદ્ધતાનું સૂચન કરે છે, તમારે વાણીને ક્રમ શાસ્ત્રના સંક્રમને સૂચવે છે અને તમારો સંયમ ઉમરના પ્રમાણમાં અધિક છે. આપના જેવા પુરુષોથી પિતૃ-કુળ પ્રશંસા પામે છે,
મનોરથરૂ૫ વૃક્ષ ફળે છે અને લક્ષ્મી કીર્તિ સાથે વધે છે. વળી, લક્ષ્મીની ૩૦ (પણ) ઉન્નતિ થાય છે. યૌવન હોવા છતાં મદનજન્ય વિકાર નથી. ધન
૧ સરસ્વતીને પુષરૂપ અવતાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org