________________
૫
૧૦
(૨૦) લક્ષસૈનના પ્રબન્ધ
પૂર્વ (દિશા)માં પ્રધાન કુમારદેવની ‘લક્ષણાવતી’ નગરી છે. ત્યાં લક્ષણસેન નામે પ્રતાપી અને ન્યાયી રાજા (રાજ્ય કરતા) હતા. તેના બીજા પ્રાણ જેવા તેમજ બુદ્ધિ, બળ અને ભક્તિના સારરૂપ એવા કુમારદેવ નામે (તેને) પ્રધાન હતા. ( એનું ) રાજ્ય વિશાળ હતું. ( વળી એને ) અપાર સેના હતી. એ સમયે ‘વારાણસી'માં ગાવિન્દચન્દ્ર નામના રાજાને પુત્ર જયન્તચન્દ્ર રાજા ( રાજ્ય કરતા ) હતા. તેને વિદ્યાધર નામે પ્રધાન હતા. તે મેટી અભિલાષાવાળાઓમાં, અન્નદાતાઓમાં અને સત્યવક્તાઓમાં પ્રથમ હતા.
૨૦
એક દિવસ જયન્તચન્દ્રની સભામાં એ વાત ( થતી ) હતી કે ‘લક્ષણાવતી’ને કિલ્લા દુર્જ઼ય છે. (આથી) મોટા લશ્કરના સમૂહથી યુક્ત એવા (તે) ‘કાશી’પતિ રાજાએ સભા સમક્ષ પ્રતિજ્ઞા લીધી કે અહીંથી ચાલીને અમારે ‘લક્ષણાવતી’ કિલ્લા લેવા. જો હું ન લઇ શકું તે। જેટલા દિવસ ૧૫ દુર્ગના તટમાં રહેવું પડે તેટલા લાખ સેાનૈયા દંડ તરીકે લઇશ; તેમ કર્યા વિના હું પાછો નહિ કરું. એ પ્રમાણે પ્રતિજ્ઞા કરી તેણે પ્રયાણુ માટે ઢક્કા વગડાવી. રાજલેાક એકદમ ભેગા થયા. જગત્ હાથીમય જેવું ખતી ગયું. પૃથ્વી રાજાની શ્રેણીમય જેવી થઇ ગઇ. દુનિયા ઘેાડામય જેવી બની ગઇ. સેના બહાર નીકળી, અખંડિત પ્રયાણાથી પર સૈન્યાના નાશ કરતા, સરોવરોને સૂકવતા, નદીઓને કાદવમય બનાવતા, વિષમ (સ્થળા)તે સરખાં કરતે, શિખરાના ચૂરા કરતા, શાસને લખાવતા અને સાધુજનાને જીવાડતા તે ‘લક્ષણાવતી’ પડેોંચ્યા. કિલ્લાથી નહિ બહુ દૂર કે નહિ હુ પાસે એવા ભૂમિભાગમાં તેણે આવાસે। દીધા. લક્ષણસેન તા દ્વાર બંધ કરીને નગરમાં જ રહ્યો. નગરી ક્ષેાભ પામી. અન્ન, જળ, ઘી, તેલ, વસ્ત્ર, તાંબૂલ વગેરે વસ્તુ ઓછી થવા માંડી. ઠેકાણે ઠેકાણે આર્ત વાર્તા પ્રવર્તી. ‘કાસી’પતિએ તા માકળે. મને પરદેશ લેવા (સાધવા) માંડયો. સાથૅ આવજા કરતા. ખૂટે નહિ એવા સુકાળ હતે. તેણે નવા કૂવાએ ખાદાવ્યા. સુભટ સ્વેચ્છાપૂર્વક ફરતા. વ્યવસાયથી સંપત્તિએ વધવા લાગી, ગામે લૂ'ટાવા માંડયાં. બન્ને રાજાએ વચ્ચે ઊર્ધ્વમુખ અને અધમુખ બાણા વડે યુદ્ધો થયાં. ૧૮ દિવસ (એમ પસાર થઇ) ગયા. એ દિવસે (એટલે કૅ અઢારમે દિવસે) સાંજે લક્ષણસેને કુમારદેવ પ્રધાનને કહ્યું કે આપણે
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
૩.