________________
- (૧૩) શ્રીઅમરચન્દ્ર કવિને પ્રબંધ શ્રી‘અણહિલ્લપત્તનની પાસે ૮૪ મહાસ્થાનમાં એક “વાય.' નામનું મહાસ્થાન છે. ત્યાં “પરકાયપ્રવેશ’ વિદ્યાથી સંપન્ન એવા ૫ શ્રીછવદેવસૂરિના સંતાનમાં શ્રીજિનદત્તસૂરિ ગાજતા હતા. તેમના
શિષ્ય નામે અમર બુદ્ધિશાળીઓમાં ચૂડામણિ (સમાન) હતા. તેમણે શ્રીજિનદત્તસૂરિના ભક્ત અને કવિરાજ એવા અરિસિંહ પાસેથી સિદ્ધસારસ્વત” મંત્ર ગ્રહણ કર્યો. એ ગચ્છના મહાભક્ત, વિવેકના ભંડારરૂપ અને કેષ્ઠાગારી પદ્મના અત્યંત વિશાળ ભવનના એકાંત ભાગમાં એકવીસ આચાર્મ્સપૂર્વક નિદ્રાજય, આસનજય, કષાયજય ઇત્યાદિને વિષે એકચિત્ત બનેલા તેમણે (એ) મંત્ર જાપ કર્યો, અને વિસ્તારથી હેમ (પણ) કર્યો. એકવીસમે દિવસે મધ્યરાત્રિએ આકાશમાં ઉગેલા ચન્દ્રબિંબમાંથી નીકળીને પિતાના મૂળરૂપે આવી ભારતીએ
અમરને પિતાના હાથમાં રાખેલા) કમંડળમાંથી જળ પાયું અને ૧૫ વર(દાન) આપ્યું કે તું સિદ્ધકવિ થા તેમજ સમગ્ર પતિઓની પૂજાથી
ગૌરવિત બન. એ પ્રમાણે વર આપી ભગવતી ગઈ. અમર કવીશ્વર થયા. તેમણે કાવ્યકલ્પલતા નામે કવિશિક્ષા, છંદરત્નાવલી અને સૂક્તાવલી રચ્યાં. વળી તેમણે કલાકલાપ નામનું શાસ્ત્ર તેમજ બાલભારત
પણ રચ્યાં. બાલભારત (સ. ૧૧, લે. ૬)માં પ્રભાતના વનને વિષે, ૨૦ સમગ્ર બ્રહ્માંડને અદ્વિતીય વિજેતા એવો આ મદન કે જેણે શંકરને
(હાથે) પરાભવ પામવા)થી ગુસ્સે થઈ બાણે ત્યજી દીધાં છે તે પ્રકટ શક્તિવાળે હેઇ, દહીં વલોવતી વેળાએ ચપળ નેત્રવાળીની વેણીના મિષથી દિવસના પ્રારંભમાં તરવાર (ફેરવવા)ને નિર્દયપણે શ્રમ કરતો હોય
એમ જણાય છે. આ પ્રમાણે અત્ર વેણીનું તરવારરૂપે વર્ણન કરવાથી ૨૫ તેને કવિના સમુદાય તરફથી, દીપિકાકાલિદાસ’ અને ‘ઘટામાઘની પેઠે
વેણીપાણ અમર' એવું બિરુદ મળ્યું. વળી કવિત્વની પ્રસિદ્ધિથી મહારાષ્ટ્ર' વગેરેના રાજેન્દ્ર તરફથી એની પૂજા આવવા માંડી. તે વેળા “ગૂર્જર'ને સ્વામી વીસલદેવ રાજા “ધવલકુવક'માં રાજ્ય ચલાવતા હતા. તેણે અમ કવિના ગુણગ્રામ સાંભળી, (પોતાના) પ્રધાન ઠક્કર વઇજલને મોકલી સવારે એ કવીન્દ્રને (પિતાની હજુરમાં) બોલાવ્યા. તેઓ આવતાં) આસન વગેરે પ્રતિપત્તિ કરવામાં આવી. મોટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org