________________
gવ૫]
ચતુર્વિશતિપ્રબન્ધ નથી તેમજ અન્ય તેજ પણ રહેતું નથી એવા સૂર્યને ઉદય જ પ્રશંસાપાત્ર છે. બીજાના ઉદયનું ગ્રહણ શું કામનું છે ?
એક દહાડે પ્રભુએ પિતાને તેમજ અન્યના સિદ્ધાંતનાં સુભાષિત વડે (આમ) રાજાને પ્રતિબંધ પમાડી તેને મધ, માંસ ઇત્યાદિ સાત વ્યસનને નિયમ કરાવ્યો અને સભ્યત્વમૂલક ૧૧ વ્રતને રાગી શ્રાવક બનાવ્યો; (કેમકે) અતિથિસંવિભાગરૂપ બારમા વ્રતને તે પહેલા અને છેલ્લા તીર્થંકરના (તીર્થમાં) રાજાઓને માટે સિદ્ધાંતમાં નિષેધ કરાયેલો છે.
એક વાર “લક્ષણાવતી'માં (પેલા) બૌદ્ધ વધેનકુંજરે ગદ્ગદ (કંઠે) ધર્મ રાજાને કહ્યું કે મને બપભષ્ટિએ જ તેમાં મારે દોષ નથી; કે કેમકે બપભટિનરરૂપ સરસ્વતી છે, પ્રતિભામય પિંડ છે, અને સરસ્વતીના પુત્ર છે. એનું મને દુ:ખ નથી. પરંતુ મને એ દુઃખ થાય છે કે તારે સેવક હોવા છતાં વાક્ષતિ રાજાએ સૂરિએ કરેલા ભેદથી (તેમની સાથે મળી જઈ) મારા મુખમાંથી શૌચના ઉપાયથી ગુટિકા હરાવી લીધી. એટલું કહીને મોટી પિક મૂકીને તે રડ્યો. રાજાએ તેને રુદન કરતાં અટકાવ્યો અને કહ્યું કે શું કરીએ ? આ અમારે લાંબા વખતને સેવક છે. એણે અનેક સમરાંગણમાં વિજયની પ્રતિષ્ઠા મેળવી છે. (વળી એ) પ્રબંધકર્તા કવિ છે એટલે એનો પરાભવ કરવા રુચિ નથી. આ એનો અપરાધ માફ કર. તે ઉપરથી બૌદ્ધ મૂગો રહ્યો.
થોડેક દિવસે યશધર્મ નામના પાસેના દેશના પરાક્રમી રાજાએ ૨૦. લક્ષણાવતી આવીને લડાઇમાં ધર્મરાજાને મારી નાંખ્યો અને એનું) રાજ્ય લઈ લીધું. વાક્ષતિ પણ કેદ પકડાયો. તેણે કારાગૃહમાં પડ્યા પડ્યા ગૌડવધ નામનું પ્રાકૃત મહાકાવ્ય રચીને યશોધર્મ રાજેશ્વરને બતાવ્યું. ગુણવિશેષને જાણવાવાળા તેણે (એ ઉપરથી) એને સત્કાર પૂર્વક કારાગૃહથી છળ્યો અને ખમાવ્યો. (કહ્યું પણ છે કે, વિદ્વાન સર્વત્ર પૂજાય છે. ત્યાર બાદ વાક્ષતિ બપભટિની પાસે ગયે. એ બેની વચ્ચે પહેલાં પણ મિત્રતા હતી. તે હવે વિશેષ વધી. એ વાકપતિએ મહામહવિજય નામનું પ્રાકૃત મહાકાવ્ય રચ્યું અને આમને બતાવ્યું. આમે એક લાખ સુવર્ણ ટંક તેને આપ્યા. ઉદારતા વડે ઉન્નત મનવાળાને પાંચ હજાર શું, લાખ શું, કરડ છું અને વળી રનવતી વસુંધરા પણ શું ? ( હિસાબમાં છે)?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org