________________
૧
૦.
શ્રીરાજશેખરસૂરિકૃત [શીવરામિિરમળી ત્યારે તે ઝેર શું કરવા ખાધું? માટે હે સ્ત્રીલંપટ ! મને સ્પર્શીશ નહિ એમ ગૌરી વડે સબંધાયેલા હર તમારું રક્ષણ કરો. એક નેત્ર ધ્યાનના નિમીલનથી અડધું બીડાયેલું છે. બીજું નેત્ર પાર્વતીના વિશાળ નિતંબ ઉપર શંગારના ભારથી ઢળેલું છે. અન્ય (ત્રીજું) નેત્ર દૂરથી ખેચેલા ધનુષ્યવાળા કામદેવ ઉપરના કાપના અગ્નિથી ઉદ્દીપ્ત થયેલું છે (આ પ્રમાણેનાં) શંભુનાં સમાધિ–સમયે ભિન્ન રસવાળાં ત્રણ નેત્ર તમારું રક્ષણ કરે. એક હતો રામ. હું. તેની સ્ત્રી સીતા હતી. હું પિતાના વચનથી પંચવટી” વનમાં વિચરતા તે (રામ)ની એ (પત્ની)ને રાવણ હરી ગયો. એવી કથાને જનની દ્વારા નિકાળે હંકારપૂર્વક સાંભળતા હરિની પૂર્વ સ્મરણથી ક્રોધને લીધે કુટિલ બનેલી અને ભ્ર વડે ભંગુર દષ્ટિએ (તમારું) રક્ષણ કરે. સંભોગને અંતે (થાકી જવાથી) એક હાથે નાગપતિ (શેષ)ના ઉપર (પિતાના શરીરને) ભાર મૂકીને શરીર ટેકવીને અને બીજા હાથે વસ્ત્ર ઝાલીને ઊઠતી એવી તથા વળી
છૂટી ગયેલા ચોટલાના ભારને ખભા ઉપર ધારણ કરતી એવી તેમજ ૧૫ જેના આવા દેહની કાંતિને જોતાં જ જેનામાં સંભેગની પ્રીતિ બમણી
(ઉત્તેજિત) થઈ એવા વિષ્ણુએ જેને આલિંગન આપીને શયામાં નાખી એવી લક્ષ્મીનું અલસ અને શેલતા હાથવાળું શરીર (તમને ) પવિત્ર કરો. આ પ્રમાણે તેઓ બહુ બાલ્યા. ત્યાર બાદ વાકપતિએ ધ્યાન મૂકીને સામા આવી સૂરિને કહ્યું કે હે બમ્પટ્ટિમિશ્ર ! તમે શા માટે મારી સામે ફગાર અને રૌદ્રરૂપ અંગવાળા પદ્યપાઠ કરે છે ? બપ્પભષ્ટિએ કહ્યું કે તમે સાંખ્ય છે. કેટલાક સાંખ્ય નિરીશ્વર(વાદી) છે અને કેટલાક ઈશ્વરને દેવ (તરીકે માને ) છે. તે સર્વને ૨૫ તો ( સંમત) છે. એમ જાણીને અમે તમારા ઈષ્ટ દેવતાના આશીર્વચને બોલીએ છીએ. સમયના જાણકારોએ શ્રોતા સમક્ષ તેની રુચિ અનુસાર પઠન કરવું જોઈએ. વાસ્પતિએ કહ્યું કે જેકે એ (વાત) ઠીક છે, તે પણ હું તે મુમુક્ષુ છું. મારું મરણ સમીપ આવેલું જાણી અહીં પરબ્રહ્મનું ધ્યાન કરવા આવ્યો છું. ત્યારે શું સંદ્ર વગેરે મુક્તિના દાતાર નથી એમ તમે માને છે એવું બપ્પભએિ પૂછયું. વાક્ષતિએ કહ્યું (નથી) એમ મને લાગે છે. બપભટ્ટિએ કહ્યું કે ત્યારે જે મુક્તિ આપવા સમર્થ છે તે(નું સ્વરૂપ) સાંભળે. હું કહું છું કે તે (તે) જિન જ છે. મદથી, માનથી, કામથી, ક્રોધથી, લેભથી અને સંમદથી અત્યંત પરાજિત એવા અન્ય દેવેની સામ્રાજ્યની પીડા વ્યર્થ છે. (જિનની) દૃષ્ટિ કરુણારૂપ કલોલથી (યુક્ત) છુટ જેવી છે, એનું
૨૫
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org