________________
૫]
ચતુર્વિશતિપ્રબન્ધ
રાજા રાજી થયો. ઉત્સવ મંડાયા. પાદલિપ્તસૂરિની કીર્તિ વડે સાતે ભુવને પવિત્ર થયાં. રાજા સ્તુતિ કરવા લાગ્યો કે આર્કતાથી અત્યંત વ્યાપ્ત ચિત્ત, અતિશય મધુર વચન, પ્રસન્ન અને નિર્મળ દષ્ટિ, ક્ષમા (યુક્ત હોવા)થી મનહર બળ, અહંકારથી રહિત બુત (જ્ઞાન), ગરીબની ગરીબાઈને હરનારી લક્ષ્મી, શીલથી યુક્ત સૌન્દર્ય, ૫ નીતિને આશ્રયવાળી મતિ અને અભિમાનથી મુક્ત પ્રભુતા આ પ્રમાણેના અહે અમૃતના નવ કુંડ આ ઉત્તમ (સૂરિ)ને વિષે પ્રકટ છે.
એક દહાડે સભામાં રાજાએ કહ્યું કે રાજકુળમાં માટે વિનય છે. આચાર્યે કહ્યું કે ગુરુકુળમાં એથી મોટો વિનય છે. તે ઉપરથી આચાર્ય કહ્યું કે જે રાજપુત્ર તમારે અત્યંત ભક્ત હોય તેને બેલા અને તેને કહે કે જઈને જોઈ આવો કે “ગંગા” પૂર્વ તરફ વહે છે કે પશ્ચિમ તરફ? રાજપુત્રને બોલાવ્યો, અને તેને જોવા માટે મોકલ્યા. આમ તેમ કરીને તે આવ્યો એટલે રાજાએ તેને કહ્યું કે “ગગા” પૂર્વ તરફ વહે છે કે પશ્ચિમ તરફ તે તું જેઈ આવ્યો ? ત્યારે રાજપુત્રે જવાબ આપ્યો કે એમાં શું જોવાનું છે? શી તપાસ કરવાની છે? બાળકે (અથવા ૧૫ બાલિકાઓ) પણ જાણે છે કે “ગંગા' પૂર્વ તરફ વહે છે. તેમ છતાં, જઈને મેં જોયું, તે તે પૂર્વ તરફ જ વહે છે (એમ જાણું). રાજા સાંભળી રહ્યો. (એટલે) સૂરિએ પિતાના સાધુને એ કામ માટે મોકલ્યા અને તેઓ ગયા. દંડ અંદર નાંખી તેણે જોયું કે ગંગા” પૂર્વ તરફ વહે છે. (પછી) સૂરિ પાસે તેઓ આવ્યા અને બોલ્યા કે “ગંગા” પૂર્વવાહિની છે ૨૦ એમ મેં પહેલાં સાંભળ્યું હતું. જઈને જોયું છે તેમ જ જાણવામાં આવ્યું બાકી ખરી વાત તે (આપ) સદ્દગુરુ જાતે જાણો. રાજપુત્રનું અને આ સાધુનું ચરિત્ર રાજાને અને સરિને તેમના ગુપ્તચરે એ નિવેદન કર્યું. (આથી) રાજાએ માન્યું જ કે ગુરુકુળમાં વિશેષતઃ વિનય છે. તે ઉપરથી બોલાય છે કે રાજાના પૂછવાથી ગુરુએ “ગંગા” કઈ તરફના મુખે વહે છે એવું ૨૫ શિષ્યને પૂછયું ત્યારે તેણે જેમ કર્યું તેમ સર્વત્ર કરાવું જોઈએ.
પાટલિપુત્રથી સૂરીશ્વર “લાટ (દેશમાં) ગયા. ત્યાં એક નગરમાં તેઓ બાળક સાથે રમવા લાગ્યા. મુનિએ ગોચરીની ચર્ચા માટે ગયા. તેવામાં શ્રાવકે વંદન કરવા માટે આવ્યા. એટલે આકાર ગેપવીને–વેશ
૧ ભૂલક, ભૂવર્લેક, સ્વક, મહક, જનક, તપાઁક અને સત્ય એક અથવા બ્રહ્મક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org