________________
ચતુર્વિશતિપ્રબન્ધ
( ૭ )
શ્રીમલ્લવાદિસૂરિના પ્રાધ
શ્રીઇન્દ્રભૂતિને પ્રણામ કરીને પ્રભાવાને વિષે શિરોમણિ એવા શ્રીમલ્લવાદિ–સુરીશ્વરનું ચરિત્ર હું કહું છું.--1
ગૂર્જર ’ મંડળમાં ‘ ખેટા' નામનું મહાસ્થાન છે. ત્યાં વેદને વિષે પારંગત દૈવાદિત્ય નામના બ્રાહ્મણ રહેતા હતા.--ર
તેને ભાવિધવા સુભગા નામની પુત્રી હતી. ભક્તિ કરનારી તે સ્ત્રીએ કાષ્ટક ગુરુ પાસેથી સૂર્યના મંત્ર મેળવ્યા.-૩
તે મંત્રથી આકર્ષાને સૂર્ય તેની પાસે આવ્યા. તેની સાથેના ભાગના લાભથી તેણે સત્વર ગર્ભ ધારણ કર્યાં.-૪
દેવનાં વૈક્રિય અંગેાથી જોકે ગર્ભ ન ઉત્પન્ન થાય તે।પણ તે વેળા તેા ( તે ખાળાના ) ઔદારિક અંગના ધાતુના યાગથી તેને સંભવ થયા.--૫
પ્રવક્ષ્ય ]
*
સ્હેજ ફિક્કા ગાલવાળી અને ગ્લાન દેહવાળી તેને જોઇને ( તેના) પિતાએ તેને પૂછ્યું કે હું વત્સ ! તેં આ શું નિન્દનીય આચરણ કર્યું ?-૬ તેણે કહ્યું કે જે તાત ! આ કૈં મારા પ્રમાદના વિકાર નથી; કિન્તુ મંત્રથી આકર્ષાઇને આવેલા સૂર્યને બળાકારપૂર્વકના આ ન્યાસ છે.-૭ એમ વદાયેલા છતાં ( અર્થાત્ આ પ્રમાણેની ખરી હકીકત જાણવા છતાં ) કુકર્મથી ખિન્ન આત્માવાળા બનેલા દૈવાદિત્યે એક નાકર સહિત તે પુત્રીને ‘ વલભી 'પુરી મેાકલી દીધી.-૮
કાલાંતરે ત્યાં તેણે સુંદર તેજવાળાં પુત્ર અને પુત્રીને જન્મ આપ્યા. પિતાએ આપેલ આવિકા વડે ( પેાતાનું ગુજરાન ચલાવતી ) તે ત્યાં જ ચિર કાળ રહી.૯
ખાલસૂર્યના જેવા તેજવાળાં તે પુત્ર-પુત્રી ક્રમે વૃદ્ધિ પામ્યાં. એક ક્ષણની જેમ જ્યારે તેમનાં આઠ વર્ષ વ્યતીત થયાં ત્યારે અધ્યાપક પાસે ભણવા માટે તેમને મૂકવાં. કજીએ થતાં ( તે પુત્રરૂપ ) બાળકને નિશાળીઆએ નબાપા મ કહેતા.-૧૦-૧૧
તે વચનથી ખેદ પામેલા તે બાળકે પોતાની માતાને પૂછ્યું કે હું માતા ! શું મારે પિતા નથી કે જેથી લો। આ પ્રમાણે ખેાલે છે?–૧૨
માતાએ કહ્યું કે હું જાણતી નથી.
આવા) પ્રશ્નથી મને પ્રેમ તું
Jain Education International
For Private & Personal Use Only
૩૯
પ
૧૦
૧૫
૨૫
૩.
www.jainelibrary.org