________________
શ્રીરાજશેખરસૂરિષ્કૃત
[૧ શ્રીનવમદિવ્રુત્તિ
૧૫
ત્યારે તેણે કહ્યું કે હે ભગવાન્ ! હું ‘ કન્યકુબ્જ ’ દેશમાં ‘ગાપાલગિરિ’ દુર્ગ નગરમાં યશેાધમ રાજાને (તેની પત્ની) સુયશા દેવીની કુક્ષિથી જન્મેલા પુત્ર છું. જુવાનીને લીધે અનર્ગલ દ્રવ્ય લીલાપૂર્વક ખરચતા-ઉડાવતા એવા મને ગુસ્સે થયેલા પિતાએ શીખામણ આપી કે હે વત્સ ! પૈસા કમાવનાર તાતના કષ્ટને અસ્થાને તેને વ્યય કરનાર પુત્ર જાણતા નથી. તું માપસર ખર્ચ કર. તેથી હું ક્રોધથી અહીં આવ્યા. ગુરુએ પણ કહ્યું કે તારૂં નામ શું છે? તેણે જમીન ઉપર ખડી વડે લખીને આમ (એવું પેાતાનું નામ ) દર્શાવ્યું. મહાજનેાના આચારની પરંપરા એવી છે કે સજ્જના પેાતાનું નામ દેતા નથી—પેાતાને માઢે તે કહેતા નથી. તેના ઉત્તમપણાથી ગુરુને હર્ષ થયા. તેમણે વિચાર કર્યો કે પૂર્વે શ્રીરામના સૈન્યમાં ગામમાં આને છ માસના બાળક તરીકે મેં જોયા હતા. પીલુ ઝાડની મહાજાલી(?)ને વિષે વસ્ત્રની સાળીમાં એ રહેલા હતા. (અને એના ઉપર) અચળ છાયા ( રહેલી હતી તે )થી એ પુણ્યશાળી પુરુષ છે એમ મેં નિર્ણય કર્યો હતા. પછી તેની માતા વનફળ વીણતી હતી તેને અમે કહ્યું કે હે વત્સે ! તું કાણુ છે? (અને) તારૂં કુળ શું છે? તેણે પાતાનું કુળ (દર્શાવતાં) કહ્યું કે હું રાજપુત્રી છું અને ‘કન્યકુબ્જ’ના રાજા યશોધર્મની મુયશા નામની પત્ની છું. આ પુત્ર મારા ગર્ભમાં હતા ત્યારે દૃઢ કાર્પણ વડે વશ કરેલા મારા પતિને પોતે જે કહે તે પ્રમાણરૂપ છે (એવી રીતે માન્ય થઇ પડેલી) કૃત્યાની પેઠે ક્રૂર મારી સપત્નીએ ૨૦ (શાર્ક) મારા ઉપર પરપુરુષ(ના સંગ)ના ખાટા દોષને આરેાપ મૂકી તેની પાસે મને ધરમાંથી કાઢી મૂકાવી. અભિમાનને લીધે સાસરાનું કુળ તેમજ પયરનું કુળ તજીને ભમતી ભમતી હું અહીં આવી છું અને વન્ય વૃત્તિથી જીવું છું, અને મારા બાળકને પાળું છું. એ સાંભળીને અમે કહ્યું કે હે વત્સે ! અમારા ચૈત્યમાં આવ (ચાલ) અને ત્યાં તારા પુત્રને ઉછેર. તેણે તેમ કર્યું. (પેલી) શાક પણ ઘણી શાકાએ કરેલા મારણપ્રયાગથી મરણ પામી. ત્યાર ખાદ વિશિષ્ટ પુરુષાએ ‘ કન્યકુબ્જ ’ (દેશ)ના સ્વામી યોાધર્મને વિનંતિ કરી કે હે દેવ ! સુયશા રાની નિર્દોષ હાવા છતાં તે વેળા દેવે શાકના વષનથી તેને કાઢી મૂકી છે તે તેને પાછી લાવવી. રાજાએ તેને પાતાને મહેલે અણુાવી અને પુત્ર સહિત તેનું બહુમાન કર્યું.
એક વાર વિહાર કરતાં કરતાં અમે તેને દેશ ગયા. પૂર્વે થયેલી એ (હકીકત) યાદ આવતાં તેણે અમને વંદન કર્યું અને અમારી પૂજા કરી,
પરં
''
૧૦
૨૫
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org