________________
શ્રીરાજશેખરસુરિકૃત [૨ શોઘમffતે લેખ બતાવ્યો કે જેમાં એમ લખ્યું હતું કે હે વત્સ ! હે બપભ!િ તને મેં ભણાવ્યો છે (અને) પદવીએ ચઢાવ્ય છે, વાસ્તે (તેના બદલામાં) તું એવું કંઈક કર જેથી પ્રાયોવેશનરૂપ રથમાં બેસાડીને અમને નિતાંત સ્વર્ગધામમાં તું મોકલે. તે જોતાં (વાંચતાં જ) આમ રાજાની રજા લઈ, બ્રહ્મશાંતિએ સ્થાપેલા વીર તીર્થકરના મહત્સવથી આઢય મોઢેરામાં તેઓ આવી પહોંચ્યા. તેમણે ગુરુને વંદન કર્યું. ગુરુએ પણ તેમને ગાઢ આલિંગન કરી કહ્યું કે હે વત્સ! અમારું હૃદય બહુ ઉત્કંઠાવાળું હતું. તારું વદન કમળ પણ હું વીસરી ગયો હતો. તે રાજા પાછળ ગયો
તેથી અમને દુઃખ થયું. (હવે, તું સાધના કરાવ. (અને) અનૃણ થા. ૧૦ પછી તેમણે ચતુદશરણગમન, પાપની નિંદા, સુકૃતનું અનુમોદન, તીર્થમાલાને
વંદન ઇત્યાદિ અંતિમ આરાધના વિધિપૂર્વક કરાવી. ગુરુ દેવલોકની લલનાના લાચનના વિભાગને પાત્ર બન્યા-સ્વર્ગ ગયા. શેક ઉછળ્યો. ત્યાર બાદ બમ્પટ્ટિ શ્રીગેવિન્દસૂરિ તેમજ શ્રીનસૂરિને ગ૭ને ભાર સોંપી
આમ રાજા પાસે (પાછા) ગયા. પહેલાની જેમ સમસ્યા (પૂરવી) ઇત્યાદિ ૧૫ ગોષ્ટી ચાલવા લાગી.
એક દિવસ આચાર્ય રાજસભામાં પુસ્તકના અક્ષર ઉપર નજર ઠેરવીને બેઠા હતા. ત્યાં એક નર્તકી કે જેનું રૂપ અસરાને પણ દાસી બનાવે (લજજા પમાડે) તેવું હતું તે નાચતી હતી. આંખે ઝાંખ વળી
હતી તે દૂર કરવા માટે આચાર્યો પિપટના પીંછાના જેવી તેની નીલ ૨૦ કાંચળી તરફ દષ્ટિ કરી. તે જોઈ આમ મનમાં બેલ્યો કે જ્યારે સિદ્ધાન્તનાં
તને પાર પામેલા તેમજ વેગથી યુક્ત એવા યોગીઓના મનમાં પણ મૃગલોચના હેય તે પછી તે જ પ્રમાણ છે. આમે રાતના પુરુષના વેષમાં પેલી નર્તકીને સૂરિના રહેઠાણમાં મેકલી. તેણે સૂરિની વિશ્રામણું શરૂ કરી–પગ દાબવા માંડયા. હાથના સ્પર્શ ઉપરથી એને યુવતિ જાણી સૂરિએ તેને કહ્યું કે તું કેણ છે? શા માટે અહીં આવી છે? બ્રહ્મવતથી દૃઢ થયેલા એવા અમારા આગળ હે વરાકિ! તારો શો અવકાશ છે? વાવાઝોડાથી “મેરુ” હાલ નથી. તેણે કહ્યું કે હું આપને એ ઉપદેશ આપવા આવી છું કે રાજ્યનો સાર પૃથ્વી છે, પૃથ્વીને સાર નગર છે,
નગરને સાર પ્રાસાદ છે, પ્રાસાદને સાર પલંગ છે અને પલંગનો સાર ૩૦ મદનના સર્વસ્વરૂપ વારાંગના છે. વળી પ્રિયાનું જ દર્શને હૈ: બીજ
દર્શનનું કંઈ પ્રયોજન નથી, કેમકે એથી (જ) સરાગ છતાં ચિત્ત નિર્વાણ પામે છે. શ્રીઆમે આપની પ્રાણવલ્લભા એવી મને આપની સેવા કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org