________________
૧૫
ચતુર્વિશતિપ્રબન્ધ સર્ષપ-વિદ્યા અને (૨) હેમવિદ્યા. તેમાં સર્ષપવિદ્યા એ હતી કે પ્રસંગ ઉપસ્થિત થતાં જ્યારે માંત્રિક જેટલા સર્ષપ જલાશયમાં નાખે તેટલા ઘોડેસ્વારે ૪૨ હથિયાર સહિત બહાર નીકળે, પરસૈન્યને નાશ કરે અને કાર્ય સિદ્ધ થતાં એ સુભટો અદશ્ય થઈ જાય. હેમવિદ્યા તે એ હતી કે ગમે તે ધાતુ વડે વગર મહેનતે શુદ્ધ સુવર્ણકટિ ઉત્પન્ન ૫ થઈ શકે. તેમણે તે બે વિદ્યાઓ યથાર્થ રીતે ગ્રહણ કરી. જેવું તેઓ (એથી) આગળ વાંચવા જાય છે તેવામાં ગર્ભમાં પુસ્તક સહિત થાંભલે બંધ થઈ ગયો–બીડાઈ ગયો અને આકાશમાં વાણી થઈ કે આ પ્રકારનાં રહસ્ય (જાણવા) માટે તું લાયક નથી; માટે ચપલતા ન કર અને જલદી ન મર–વિના કારણે મેત ન માગી લે. તેથી ભય પામી ૧૦ તેઓ થોભ્યા. જે બે વિદ્યા મળી ગઈ તે મળી ગઈ. એથી અધિક (વિદ્યા) અપ્રાપ્તિને લઇને તમને) મળી નહિ. ત્યાર બાદ સિદ્ધસેન ચિત્રકૂટથી પૂર્વદેશમાં “કૂર્માર પુર ગયા. ત્યાં દેવપાલ રાજાને પ્રતિબંધ પમાડી તેને ગળીના રંગની જેમ ચુસ્ત જૈન બનાવ્યું. ત્યાં તેઓ રહ્યા. રોજ ઈષ્ટ વાત થતી અને એમ કેટલેક વખત વીતી ગયે.
એક દિવસ રાજાએ એકાંતમાં આવી (આંખમાં) આંસુ સહિત (સૂરિને) વિનતિ કરી કે હે ભગવન્! અમે પાપી આ પ્રકારની આપની મધુર ગેષ્ઠીને લાયક નથી, કેમકે અમે સંકટમાં પડયા છીએ. સૂરીશ્વરે પૂછવું કે તમને શું સંકટ છે? રાજાએ કહ્યું કે સીમાડાના રાજાઓ એકઠા મળીને મારું રાજ્ય લઈ લેવાથી ઈચ્છાથી આવે છે. સરિએ ર૦ કહ્યું કે હે રાજા ! તું વિહ્વળ ન બન-ફિકર ન કર. જેનો હું મિત્ર છું એવા તારે જ સ્વાધીન રાજ્યલક્ષ્મી છે. (એ સાંભળીને) રાજા આનંદ પામ્યો. પરસૈન્ય આવ્યું. બે વિદ્યાની શક્તિથી સૂરિએ રાજેશ્વરને સમર્થ બનાવ્યો. (એથી) પરસેન્ય ભાંગી ગયું. તેનું સર્વસ્વ લઈ લેવાયું. (અને વિજયનાં) વાદિ વગાડાયાં. તે પછી રાજા સૂરિને અત્યંત ૨૫ ભક્ત બને. સૂરિ ગચ્છ સહિત હોવા છતાં ક્રિયામાં શિથિલ થઈ ગયા; કેમકે ખુશામતીઆની (મીઠું બેલનારાઓની) વાણુઓની રચનાઓથી, હરિણાક્ષીઓના કટાક્ષોથી અને કામિનીઓની કીડાના કલ્લોલોથી કોનું મન ભેદાતું નથી ? ગુરુ નિશ્ચિત્ત સુવે તેના શિષ્યો પણ તેની પાછળ બેફિકરાઈથી સુવે. (આ પ્રમાણે) સ્પર્ધાપૂર્વક સુનારાઓ મેક્ષને પાછળ ૩૦ હડસેલે છે. શ્રાવકને ઔષધશાળામાં પ્રવેશ પણ મળવા ન લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org