________________
चरणानुयोग
५३८
माहुकरी वित्ती :
१०४८. जहा दुमस्स पुप्फेसु, भमरो आवियई रसं । " ય પુષ્પન્ન ત્ઝિામેરૂ, સો ય પીળેરૂ અવ્વયં ||
एमए समणा मुत्ता, जे लोए संति साहूणो । विहंगमा व पुप्फेसु, दाणभत्तेसणे रया ।।
वयं च वित्तिं लब्भामो, न य कोई उवहम्मई । अहागडेसु रीयंति, पुप्फेसु भमरो जहा ।।
महुकारसमा बुद्धा, जे भवंति अणिस्सिया । नाणापिंडरया दंता, तेण वुच्चंति साहूणो ।।
મિત્રરિયાવિત્તી :
१०४९. जहा मिगे एग अणेगचारी,
अणेगवासे धुवगोयरे य ।
एवं मुणी गोयरियं पविट्टे,
माधुकरी वृत्ति
૧. 4. ૬, . ૨-૧
नो हीलए नो वि य खिंसएज्जा ।
-૩ત્ત. . ૧૧, . ૮૪
અવોયાવિત્તી :
१०५०. कावोया जा इमा वित्ती, १ केसलोओ य दारुणो । दुक्ख बंभवयं घोरं, धारेउं अ महप्पणो ।
-૩ત્ત. . ૬, ૨. ૩૪
अदीणवित्ती :
१०५१. अदीणो वित्तिमेसेज्जा, न विसीएज्ज पंडिए । अमुच्छिओ भोयणम्मि, मायन्ने एसणारए ।।
-સ. . ૬, ૩. ૨, ગા. ૨૬
सूत्र ૨૦૪૮-t
માધુકરી વૃત્તિ ઃ
૧૦૪૮.જેમ ભ્રમર, વૃક્ષનાં ફૂલોમાંથી ફૂલોને કષ્ટ આપ્યા સિવાય થોડો થોડો રસ પીએ છે, અને પોતાના આત્માને તૃપ્ત કરી લે છે.
એ પ્રમાણે લોકમાં જે મુક્ત બનેલા (અપરિગ્રહી) સાધુઓ છે, તે દાનભક્તની એષણામાં મગ્ન રહે છે. જેમ,-'ભ્રમર પુષ્પોમાં’ મગ્ન રહે છે. અમે અમારી ભિક્ષાવૃત્તિ એવી રીતે પ્રાપ્ત કરશું કે જેમા કોઈ જીવની વિરાધના ન થાય'. (આવી ભાવના સાથે શ્રમણ આહાર ગ્રહણ કરે) કારણ કે શ્રમણ સહજ રૂપમાં બનેલો આહાર ગ્રહણ કરે છે, જેવી રીતે, 'ભ્રમર ફૂલોનો રસ’ ગ્રહણ કરે છે. તત્વજ્ઞ મુનિઓ, ભ્રમરની જેમ પ્રતિબંધથી રહિત છે અને થોડા થોડા પ્રાસુક આહારમાં અનુરક્ત છે, તેથી જ ઈન્દ્રિયોનું દમન કરવામાં સમર્થ એવા ગુણસંપન્નને સાધુ કહેવાય છે.
મૃગચર્ચા-વૃત્તિ ઃ
૧૦૪૯.જેમ એકલું મૃગલું અનેક સ્થાનોમાં ચરે છે, હરે ફરે છે અને ગોચર્યાથી જીવન વીતાવે છે, તેમ ગોચરી માટે ગયેલ મુનિ પણ કોઈની અવજ્ઞા કે નિંદા કર્યા વગર ગોચરી કરે છે.
કાપોતી-વૃત્તિ :
૧૦૫૦.આ કાપોતી વૃત્તિ અર્થાત્ કબૂતરની જેમ દોષભીરુતા અર્થાત્ દારૂણ કેશ- લોચ અને દુષ્કર ઘોર બ્રહ્મચર્ય વ્રત મહાત્માઓ જ ધારણ કરી શકે.
અદીન-વૃત્તિ :
૧૦૫૧.આહારની મર્યાદાને જાણનાર પંડિત ભિક્ષુ ભોજનમા આસક્તિ નહીં રાખતા તથા દીનપણું ધારણ નહીં કરતાં ભિક્ષુ વૃત્તિ કરે, તેમ કરતાં કદાચિત્ આહાર મળે નહીં તો પણ ખેદ ન કરે.
૧. (ક) અહીં સાધુની ભિક્ષા-વૃત્તિને કાપોતી વૃત્તિ' કહેવામાં આવી છે. જેવી રીતે કબૂતર કણ ચણતી વખતે સદા સશંકિત રહે છે, તેવી જ રીતે સાધુને ભિક્ષાચર્યામાં સદા એષણાદિ દોષોથી સંશક્તિ રહેવું જોઈએ.
(ખ) (ઉત્તરા. અ. ૧૯, ગા. ૮૪ માં મૃગચર્યા વૃત્તિનું વર્ણન પણ છે. એ જ રીતે ૧. માધુકરી વૃત્તિ, ૨. મૃગચર્યાવૃત્તિ, ૩. કાપોતી વૃત્તિ, ૪. રુક્ષવૃત્તિ, ૫. અદીન વૃત્તિ વગેરે વિવિધ પ્રકારની ભિક્ષાચર્યા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org