________________
उत्पादन दोष ઉત્પાદન દોષ - ૫
પ્રાફિકથન સોળ ઉત્પાદન દોષ :
धाई दूई निमित्ते, आजीव वणीमगे तिगिच्छा य । कोहे माणे माया लोभे य, हवंति दस एए ।।१।। पुव्विं पच्छा संथवं, विज्जा मंते य चुण्ण जोगे य । उप्पायणाइ दोसा, सोलसमे मूलकम्मे य ।।२।।
- five 7. ૪૦૮-૪૦૬ ધાત્રી : ધાયમાતાઓની જેમ બાળકોને ખવડાવી, પીવડાવી કે હસાવી, રમાડી આહારાદિ લેવો. દૂતી : દૂતીની જેમ અહીંની વાતો ત્યાં અને ત્યાંની વાતો અહીં એકબીજાને કહી અથવા સ્વજન સંબંધીના સમાચારોનું આદાન-પ્રદાન કરી આહાર આદિ લેવો. નિમિત્તઃ જ્યોતિષ આદિ નિમિત્ત શાસ્ત્રો અનુસાર કોઈનું શુભ-અશુભ ભવિષ્ય બતાવી આહાર આદિ લેવો. આજીવ : આહારાદિની પ્રાપ્તિ માટે દીક્ષિત થયા પૂર્વેની જાતિ, કુળ બતાવવાં; દીક્ષિત થયા બાદનો ગણ બતાવવો. તથા ગૃહસ્થ જીવનમાં જે કાર્ય શિલ્પમાં નિપુણતા પ્રાપ્ત હોય તે કાર્ય કે શિલ્પનો પ્રયોગ કોઈને આજીવિકા માટે બતાવવો અને આહાર મેળવવો. વનીપક : દાનનું મહત્વ બતાવી અથવા દાતાની પ્રશંસા કરી આહારાદિ લેવો. ચિકિત્સા : રોગાદિ નિવારણનો પ્રયોગ બતાવી આહારાદિ લેવો. ક્રોધ : ક્રોધિત થઈ આહાર લેવો અથવા આહારાદિ ન દેવાથી શ્રાપ આપવાનો ભય બતાવી આહારાદિ લેવો. માન : પોતાની જાતિ, કુલ આદિનું ગૌરવ બતાવી આહારાદિ લેવો. માયા : છળ-કપટ કરી આહારાદિ લેવો. લોભ : સરસ આહાર માટે અનેક ઘર ફરીને આહાર મેળવવો.
પૂર્વ પશ્ચાત્ સંસ્તવ : આહાર ગ્રહણ કર્યા પહેલાં અથવા પછી દાતાની કે પોતાની પ્રશંસા કરવી. ૧૨. વિદ્યા : કોઈ વિદ્યાના પ્રયોગથી આહારાદિ લેવો અથવા કોઈ વિદ્યાની સિદ્ધિનો પ્રયોગ બતાવી આહાર આદિ લેવો. ૧૩. મંત્ર : કોઈ મંત્રના પ્રયોગથી આહારાદિ લેવો અથવા મંત્રની સિધ્ધિની વિધિ બતાવી આહારાદિ લેવો.
ચૂર્ણ : વશીકરણનો પ્રયોગ કરી આહારાદિ લેવો અથવા વશીકરણનો પ્રયોગ બતાવી આહારાદિ લેવો.
યોગ : યોગવિદ્યાનો પ્રયોગ બતાવી આહારાદિ લેવો અથવા યોગવિદ્યાનો પ્રયોગ શીખડાવી આહારાદિ લેવો. ૧૬.
મલકર્મ : ગર્ભપાતનો પ્રયોગ બતાવી આહારાદિ લેવો. અતંર્ધાન પિંડ અદૃષ્ટ વિદ્યા આદિના પ્રયોગથી અદૃષ્ટ રહી આહારાદિ લેવો. નિશીથ ઉદે. ૧૩માં ધાત્રી આદિ ઉત્પાદન દોષોના પ્રાયશ્ચિત્તનું વિધાન છે, પિંડ નિયુક્તિમાં પ્રતિપાદિત ઉત્પાદન દોષોમાં તથા નિશીથ-પ્રતિપાદિત ઉત્પાદન દોષોમાં ક્રમભેદ, સંખ્યાભેદ અને પાઠભેદ છે. પિંડનિર્યુક્તિમાં ૧૬ ભેદ છે, નિશીથમાં ૧૫ ભેદ છે. પિંડનિર્યુક્તિમાં અંતર્ધાનપિંડ નથી. નિશીથમાં છે. પિડનિયુતિમાં મૂળકર્મ છે, નિશીથમાં નથી. પિંડેનિફિતમાં પૂર્વપશ્ચાત્ સંસ્તવ છે, નિશીથમાં નથી.
૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org