________________
पाणैषणा
પોષણા પ્રાફિકથન :
આગમોમાં અનેક પ્રકારનાં અચિત્ત તેમજ એષણીય પાણી લેવાનું વિધાન છે, સચિત્ત અને અનૈષણીય પાણી લેવાનો નિષેધ છે. પાણી બે પ્રકારનાં હોય છે - (૧) લેવા યોગ્ય પાણી, (૨) ન લેવા યોગ્ય પાણી, (૧) - લેવા યોગ્ય પાણીનાં ૧૦ નામો મળે છે. - આ. સુ. ૨, એ.૧, ૧., સુ. ૩૬૯-૩૦; દસ. એ.૫, ઉં. ૧, ગા-૧૦૬ (૨) - ન લેવા યોગ્ય પાણીનાં ૧૨ નામો મળે છે. - આ. સુ. ૨, અ. ૨, ૬, ૮, સુ. ૩૭૩
આગમ પાઠોમાં લેવા યોગ્ય પાણીની અને ન લેવા યોગ્ય પાણીની નિશ્ચિત સંખ્યા બતાવેલ નથી. લેવા યોગ્ય પાણીના આગમ પાઠમાં અન્ય પણ લેવા યોગ્ય પાણી લેવાનું વિધાન છે. એ પ્રમાણે ન લેવા યોગ્ય પાણીનાં આગમ પાઠમાં અન્ય પણ ન લેવા યોગ્ય પાણી લેવાનો નિષેધ છે. પાણી શસ્ત્ર- પરિણત થવા છતાં પણ તત્કાળ અચિત્ત થતું નથી, માટે તે લેવા યોગ્ય નથી. તે જ પાણી થોડા સમય બાદ અચિત્ત થવાથી લેવા યોગ્ય થઈ જાય છે.
ફળ આદિ ધોયેલ અચિત્ત પાણીમાં જો બીજ, ગોઠલી આદિ હોય તો એવું પાણી છાણીને આપે તો પણ તે લેવા યોગ્ય નથી. ધોવણ પાણી સુચક આગમ પાઠ:
(૧) દશવૈકાલિક અ. પ, ૬, ૧, ગા. ૧૦૬ માં ત્રણ પ્રકારનાં ધોવણ પાણી લેવા યોગ્ય કહેલ છે. એમાંથી બે ધોરણ પાણી આચારાંગ સુ. ૨, અ. ૧, ઉં. ૭, સુ. ૩૯ અનુસાર કહેલ છે. તથા એક, “વાર ય”અધિક છે.
(૨) ઉત્તરાધ્યયન સૂત્ર - અ. ૧૫ ગા. ૧૩ માં ત્રણ પ્રકારનાં ધોવણ કહ્યાં છે. આ ત્રણેનું કથન આ. સુ. ૨, અ. ૧, ઉ. ૭, સુ. ૩૬૯-૩૭૦માં છે.
(૩) આચારાંગ સુ. ૨, અ. ૧, ઉ. ૭, સુ. ૩૬૯- ૩૭૦ માં અલ્પકાળનું ધોવણ લેવાનો નિષેધ છે, વધારે કાળનું બનાવેલ ધોવણ લેવાનું વિધાન છે. તથા ગૃહસ્થના કહેવા પર સ્વતઃ લેવાનું વિધાન છે.
(૪) આચારાંગ સુ. ૨, અ. ૧, ૩. ૮, સુ. ૩૭૩માં અનેક પ્રકારનાં ધોવણ પાણીનું કથન છે. એમાં બીજ ગોઠલી આદિ હોય તો એવું પાણી છાણીને આપે તો પણ લેવાનો નિષેધ છે.
(૫) નિશીથ ઉ. ૧૭, સુ. ૧૩૨ માં અલ્પકાળનું ધોવણ લેવાથી પ્રાયશ્ચિત્તનું વિધાન છે. વધારે કાળનું ધોવણ લેવાથી પ્રાયશ્ચિત્ત નથી. અહીં અગિયાર ગ્રહણ કરવા યોગ્ય પાણીનાં નામો મળે છે.
(૬) ઠાણ. અ. ૩, ઉ. ૩, સુ. ૧૮૮ માં ચઉત્થ, છઠ્ઠ, અઠ્ઠમ તપમાં ૩-૩ પ્રકારનાં ગ્રાહ્ય પાણીનું વિધાન છે. એ નવનું કથન આ. સુ.૨, અ. ૧, ૬, ૭, સુ. ૩૬૯-૩૭૦ માં છે.
(૭) દશવૈકાલિક અ. ૮, ગા. ૬માં ગરમ પાણી ગ્રહણ કરવાનું વિધાન છે.
આચારાંગ અને નિશીથમાં વર્ણિત "મુદ વિદુ” આનાથી ભિન્ન છે, કારણ કે તત્કાળ બનેલ ' સુધ વિડ” ગ્રહણ કરવાનું પ્રાયશ્ચિત્ત કહ્યું છે. માટે તેને સચિત્ત ઠંડુ પાણી જ સમજવું જોઈએ.
આગમોમાં વર્ણિત ગ્રાહ્ય, અગ્રાહ્ય ધોવણ પાણીનો સંક્ષિપ્ત અર્થ આ પ્રમાણે છે – અગિયાર પ્રકારનાં ગ્રાહય ધોવણ પાણી :
૧. ઉત્સદિમ : લોટથી લિપ્ત હાથ કે વાસણનું ધોવણ, ૨. સંસ્વેદિમ : ઉકાળેલા તલ, શાકભાજી આદિનું ધોયેલું પાણી. ૩. તન્દુલાદક: ચોખાનું ધોવણ , ૪. તિલોદક : તેલનું ધોવણ, ૫. તુષોદક: ભૂસાનું ધોવણ, ૬. જવોદક: જવનું ધોવણ, ૭. આયામ : ઓસામણ, - ઉકાળેલા ભાતનું પાણી, માડ આદિ. ૮. સૌવીરઃ કાંજીનું પાણી, ૯. શુદ્ધવિકટ : હરડે, બહેડો આદિથી પ્રાસુક બનાવેલ પાણી, ૧૦. વારોદક: ગોળ આદિનાં ઘડાના ધોવણનું પાણી, ૧૧, આણ્વકાંજીક ખાટા પદાર્થોનું ધોવણ, આના સિવાય ગરમ પાણી પણ ગ્રાહ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org