________________
६१२ चरणानुयोग
सेज्जामागम्म आहार करणस्स विहि
१२३६. सिया य भिक्खु इच्छेज्जा, सेज्जमागम्म भोतुयं । सपिंडपायमागम्म, उड्डुयं पडिलेहिया ।।
૧.
उपाश्रय आहार विधि
विणण पविसित्ता, सगासे गुरुणो मुणी । इरियावहियमायाय, आगओ य पडिक्कमे ।।
आभोएत्ताण नीसेसं, अइयार जहक्कमं । गमणाऽऽगमणे चेव, भत्त-पाणे व संजए ||
उज्जुपपन्ना अणुव्विग्गो, अव्विक्खित्तेण चेयसा । आलोए गुरुसगासे, जं जहा गहियं भवे ।।
न सम्ममालोइयं होज्जा, पुव्विं पच्छा व जं कडं । पुणो पडिक्कमे तस्स, वोसो चिंतए इमं ।।
अहो ! जिणेहिं असावज्जा, वित्ती साहूण देसिया | मोक्खसाहणहेउस्स, साहुदेहस्स धारणा ।।
नमोक्कारेण पारेत्ता, करेत्ता जिणसंथवं । सज्झायं पट्ठवेत्ताणं, वीसभेज्ज खणं मुणी ।।
वीसमंतो इमं चिंते, हियम लाभमट्ठिओ । “ઝ મે અનુરૢ વા, સાર્દૂ ! હો...મિ રિઓ” ।।
साहवो तो चियत्तेणं, निमंतेज्ज जहक्कमं । जइ तत्थ केइ इच्छेज्जा, तेहिं सद्धिं तु भुंजए ।
Jain Education International
सूत्र १२३६
ઉપાશ્રયમાં આહાર કરવાની વિધિ :
૧૨૩૬. કદાચિત્ સાધુ ઉપાશ્રયમાં આવીને જ ભોજન કરવાની ઈચ્છા કરે તો શુદ્ધ ભિક્ષા સહિત આવીને ભોજન કરવાની ભૂમિનો પ્રતિલેખન કરો
ત્યારબાદ મુનિ વિનયપૂર્વક ગુરુની સમીપે આવીને 'ઈર્યાપથિકી સૂત્ર' ને ભણીને પ્રતિક્રમણ (કાયોત્સર્ગ) કરે.
પછી તે ભિક્ષુ આહાર પાણી લેવા જતાં કે ત્યાંથી પાછા ફરતાં જે કંઈ અતિચાર કર્યા હોય તે બધાને ક્રમપૂર્વક યાદ કરી લે.
સરળ બુદ્ધિવાળો, ઉદ્વેગ રહિત મુનિ એકાગ્રચિત્તથી આહાર પાણી કેવી રીતે મેળવ્યા ઈત્યાદિ બધું ગુરુ સમક્ષ સ્પષ્ટ કહે.
પહેલાં કે પછી થયેલા દોષોની કદાચિત્ તે વખતે બરાબર આલોચના ન થઈ હોય તો ફરીથી તેનું પ્રતિક્રમણ કરે અને તે કાયોત્સર્ગ કરી આવું ચિંતન કરે કે -
"અહો ! શ્રી જિનેશ્ર્વરોએ મોક્ષના સાધનના આધારભૂત સાધુ પુરુષને દેહ ધારણ કરવા માટે કેવી નિર્દોષવૃત્તિ (ભિક્ષાવૃત્તિ) દર્શાવી છે ?” (કાયોત્સર્ગમાં ઊપ૨નું ચિંતન કરી), નમસ્કારનું ઉચ્ચારણ કરી (કાર્યોત્સર્ગથી નિવૃત્ત થઈ) તેમજ જિનેશ્વર દેવોની સ્તુતિરૂપ લોગસ્સનો પાઠ કરી અને અલ્પ સ્વાધ્યાય કરીને ભિક્ષુ ક્ષણવાર વિશ્રાંતિ
લે.
વિશ્રામ કરતો નિર્જરાના લાભનો અર્થ સાધુ આ પ્રમાણે ચિંતન કરે કે બીજા મુનિવરો મારા ઉપર અનુગ્રહ કરીને આ મારા આહારમાંથી થોડું લે તો હું (સંસારસમુદ્રથી) તરી જાઉં !
(ટિપ્પણ પાછળના પાનાથી આગળ)
“સંપગ્નિ સમીસાયંતા તરું” એવો પાઠ છે. એમાં પણ કરતલનું સ્પષ્ટ કથન છે. દસવૈ.ની અગસ્ત્યસિંહકૃત ચૂર્ણીમાં પણ મસીસોવરિયે તૂં તેં જણાવીને પ્રશ્ન વ્યાકરણના પાઠનું જ અનુકરણ કરેલું છે.
માટે મુખવસ્ત્રિકા’થી શરીરનું પ્રમાર્જન કરીને આહાર કરવો. એવા અર્થની કલ્પના કરવી પ્રશ્ન વ્યાકરણ સૂત્રના મૂળ પાઠથી વિપરીત છે. માટે તે યોગ્ય ન કહી શકાય. પ્રમાર્જન માટે પ્રમાર્જનીકા (ગોછો) તથા રજોહરણ એ બે ઉપકરણ છે. મુખવસ્ત્રિકા નહીં.
ટસ, ૫. ૬૦, . ૬
ત્યારપછી સાધુઓને પ્રીતિપૂર્વક અનુક્રમે આમંત્રણ કરે, આમંત્રણ કરતાં જો કોઈ સાધુએ આહાર ક૨વાની ઈચ્છા કરે તો તેમની સાથે જ આહાર કરે.
For Private & Personal Use Only
www.jainelibrary.org