________________
ઉદ્ગમ દોષ
આહાર દોષ :
આહાર શુદ્ધિથી ભાવશુદ્ધિ અને તેનાથી સંયમ-સાધનાની નિર્વિઘ્ન સંપન્નતા થવી એ એક સૈદ્ધાન્તિક સત્ય છે. આથી ઉદ્ગમ, ઉત્પાદન આદિ દોષોથી રહિત આહાર જ પ્રાસુક, એષણીય તથા ઉપભોગ યોગ્ય માનવામાં આવેલ છે. આહાર દોષોનું આ સંકલન બે વિભાગોમાં વિભકૃત છે –
૧. એક સૂત્રમાં એક દોષનું પ્રરૂપણ.
પ્રાકથન
ર. એક સૂત્રમાં અનેક દોષોનું પ્રરૂપણ.
આ સંકલનમાં કેટલાંક સૂત્રો વિધિ-નિષેધનાં પ્રરૂપક છે, અને કેટલાંક સૂત્રો માત્ર નિષેધનાં પ્રરૂપક છે.
જે સૂત્રોમાં એક સાથે અનેક દોષોનું પ્રરૂપણ છે, તેમાંથી કેટલાક દોષો ઉદ્ગમના છે, કેટલાક દોષો ઉત્પાદનના છે અને કેટલાક દોષો એષણાના છે.
આ સૂત્રોમાં કેટલાક દોષો એવા પણ પ્રરૂપિત છે કે જેમનાં નામ જુદા છે, પરંતુ ભાવ જુદા નથી. પરંતુ એવા પણ દોષો છે જેનું નામકરણ કયાંય મળતું નથી, છતાં પણ તે દોષ જ છે. કારણ કે કેટલાક સૂત્રોમાં અગ્રાહ્ય પદાર્થોનો નિષેધ છે. માટે તે દોષ જ છે. કેટલાક દોષોનાં માત્ર પ્રાયશ્ચિત્ત સૂત્રો મળે છે, પરંતુ દોષોનાં સૂત્ર મળતાં નથી. એ જ પ્રમાણે કેટલાક દોષોનાં સૂત્રો મળે છે પરંતુ તેમનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો મળતાં નથી.
' उग्गम उप्पायनेसणा सुद्धं આહાર શુદ્ધિનું સૂચક આ વાકય આગમોમાં અનેક સ્થળે ઉપલબ્ધ છે, પરંતુ ઉદ્ગમ અને ઉત્પાદનનાં દોષોની નિશ્ચિત સંખ્યા કયાંય પણ ઉપલબ્ધ નથી.
બધા ઉદ્ગમ દોષોમાં પ્રમુખ દોષ એક ઔદેશિક છે, અન્ય બધા તેના અવાન્તર ભેદ છે.
પ્રશ્ન વ્યાકરણ સૂત્ર સંવર-દ્વાર ૫. સૂત્ર ૬ માં વારસ પિંડવાય સુ” આવું વાક્ય છે. તેનું તાત્પર્ય છે. - આચારાંગ, દ્વિતીય શ્રુતસ્કંધ, પ્રથમ પિંડૈષણા અધ્યયનનાં અગિયાર ઉદ્દેશકોમાં જેટલા દોષ છે તે સૌ દોષ રહિત આહાર શુદ્ધ માનવામાં આવ્યો છે.
ઉદ્ગમ-ઉત્પાદનનાં દોષોની સંખ્યા જો નિશ્ચિત હોત તો એ આગમમાં સંખ્યાનો ઉલ્લેખ અવશ્ય હોત.
એષણાના દસ દોષોની સંખ્યાનો નિર્ણય થઈ ગયો હતો, માટે “વત્તિ ય તોસેદિ વિમુદ્ર’એ વાક્યમાં સંખ્યાનો ઉલ્લેખ છે. પરંતુ આગમોમાં એ દોષો સિવાય પણ બીજા અનેક એખણાના દોષો મળે છે.
પિંડનિર્યુક્તિ આદિમાં ઉદ્ગમ, ઉત્પાદન અને એષણાના દોષોની સંખ્યા નિશ્ચિત છે. સંભવ છે કે નવદીક્ષિતોને કંઠસ્થ કરાવવા માટે કોઈ સ્થવિરે મુખ્ય દોષોની સંખ્યાનો નિર્ણય કરી ગાથા બદ્ધ કર્યો હશે.
આગમોમાં કેટલાક એવા દોષો પણ મળી આવે છે, જે બેતાલીસ દોષોથી તદ્દન જુદા છે.
પરિભોગૈષણાનાં દોષોનું કથન ભગવતી સૂત્રમાં પ્રતિપાદિત છે.
પ્રસ્તુત સંકલનમાં દોષોનો ક્રમ આ પ્રમાણે રાખવામાં આવ્યો છે.
૩.
૧. એક સૂત્રમાં અનેક દોષોનું કથન છે તેને પ્રકીર્ણક દોષોથી સૂચિત કરવામાં આવેલ છે.
૨.
એક સૂત્રમાં એક દોષનું કથન છે તેને ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા દોષનાં ક્રમથી રાખવામાં આવ્યું છે. બેંતાલીસ દોષ સિવાયનાં દોષોને ‘સંખડી પ્રકરણ', શય્યાતર પિંડ' અને 'એષણા-વિવેક' શિર્ષકથી પ્રમાણિત કરવામાં આવ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org