________________
षोडश उद्दगम दोष
સોળ ઉદ્દગમ દોષ
आहाकम्मुद्देसियं पूइकम्मेग मीसजाए य । ठवणा पाहुडियाए पाओयर कीय पामिच्चे ।। परियट्टिए अभिहडे उब्भिन्न मालोहडे इ य । अच्छिज्जे अणिसिट्ठे अज्जोयरए य सोलसमे ।।
– પાકું. . . ૩૪
૧. આધાકર્મ: કોઈ એક વિશેષ સાધુ કે સાધ્વીના ઉદ્દેશ્યથી આહારાદિ બનાવવો. ૨. ઔદેશિક : એક અથવા અનેક શ્રમણ, બ્રાહ્મણઆદિના ઉદ્દેશ્યથી આહારાદિ બનાવવો. ૩. પૂતિકર્મઃ પ્રાસુક અને એષણીય આહારમાં આધાકર્મ આહારનું અતિ અલ્પ કે અધિક માત્રામાં મિશ્રણ કરવું.
મિશ્રજાત : પોતાના માટે અને સાધુ-સાધ્વી માટે એક સ્થાને આહારાદિ બનાવવો. પ. સ્થાપના: સાધુ-સાધ્વીઓને દેવા માટે આહારાદિ અલગ સ્થાપિત કરી રાખવા. ૬. પ્રાભૃતિકા : નજીકના ગામથી સાધુ કે સાધ્વી આજે જ અત્યારે પધારવાના છે, એવું જાણી મહેમાનોનાં જમણનાં
સમયમાં પરિવર્તન કરવું. પ્રાદુષ્કરણ : અંધકાર યુક્ત સ્થાનોમાં દીપક આદિનો પ્રકાશ કરી આહારાદિ આપવો. ૮. ક્રિાતઃ સાધુ-સાધ્વીને માટે આહારાદિ ખરીદીને આપવા. ૯. પ્રાનિત્ય : સાધુ-સાધ્વી માટે આહારાદિ ઉધાર લઈને આપવા. ૧૦. પરિવર્તિત : પોતાના ઘરે બનેલો આહાર બીજાને આપી સાધુ-સાધ્વીઓને તેમનો ઈચ્છિત આહાર લાવીને આપવો. ૧૧. અભિત : સાધુ-સાધ્વીને તેમનાં સ્થાને આહારાદિ લાવીને આપવો. ૧૨. ઉભિન્નઃ કોઈ વિશેષ લેપથી બંધ કરેલ પાત્રનું મુખ ખોલીને સાધુ-સાધ્વી માટે ખાદ્ય પદાર્થ દેવો. ૧૩. માલાપહત: મંચ કે માળિયા આદિ ઊંચી જગ્યા પર રાખેલા ખાદ્ય પદાર્થોને નીસરણી આદિથી ઉતારીને આપવા. ૧૪. આચ્છેદ્યઃ કોઈ દુર્બળ વ્યક્તિ પાસેથી છીનવી આહારદિ આપવા. ૧૫. અનિસુખ: ભાગીદારના પદાર્થો તેની આજ્ઞા વગર આપવા. ૧૬. અધ્યવપૂરક : સાધુ કે સાધ્વી ગામમાં પધાર્યા છે, એવું સાંભળી પોતાના માટે બનતા ભોજનમાં કંઈક પ્રમાણમાં વધારે
ભોજન બનાવવું. આ સર્વ દોષ ગૃહસ્થ પોતાના અવિવેકથી કરી બેસે છે. માટે સાધુ ગૃહસ્થને વિવેકપૂર્વક પ્રશ્ન કરી આહારાદિના ઉદ્ગમ દોષ જાણી શુદ્ધ આહારાદિ લે.
આમાંથી કેટલાક દોષ ભોજન બનાવ્યા પૂર્વે, કેટલાક ભોજન બનાવતી વેળાએ, કેટલાક ભોજન બનાવ્યા પછી અને કેટલાક સાધુ-સાધ્વીને આહાર આપતી વેળાએ લાગતા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org