________________
શુભેચ્છા સંદેશ
ધર્માદા/ચેરિટેબલ ટ્રસ્ટો વર્તમાન યુગના સમાજનું એક મહત્વનું અંગ બની ગયું છે. ટ્રસ્ટોની સંખ્યામાં રોજ વધારો થઇ રહ્યો છે તેની સાથે જ ટ્રસ્ટોને લગતા કાયદાઓ ગૂંચવણભર્યા બનતા જાય છે આથી ધાર્મિક સિદ્ધાંતોની મર્યાદાઓમાં રહીને ટ્રસ્ટોનો વહીવટ થતો રહે, દાનમાં પ્રાપ્ત થયેલા નાણાંનો સમુચિત ઉપયોગ અને વિનિયોગ થાય તે માટે સરળ શૈલીમાં સુગમ માર્ગદર્શક પુસ્તકની આવશ્યક્તા ઘણા સમયથી હતી, તે જૈન સંસ્થાન - ગુજરાતની શ્રી જૈન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્ડરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ પુસ્તક દ્વારા પૂર્ણ થાય છે. આ પુસ્તક ટ્રસ્ટોના વહીવટમાં ઘણું જ ઉપયોગી નીવડશે તેવી આશા છે.
ૐરેશનના પ્રમુખ શ્રી નૌતમભાઇ આર. વકીલે ખૂબ જ મહેનત કરી પુસ્તક તૈયાર કર્યું છે તે બદલ ધન્યવાદ.
- શ્રેણિક કસ્તુરભાઇ