________________
૭૭
------------------------ જોઇશે અને બીજો હપ્તો નિયમ ૩૩ ના પેટા-નિયમ (૧) હેઠળ ઠરાવેલી નોટિસ મળેથી ચાર મહિનાની અંદર ભરવો જોઇશે.
(૮) કામચલાઉ જોગવાઇ – મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ લાગુ પાડવામાં આવે તે તારીખથી થતા અને ત્યારપછી આવતી ૩૧મી મા (અથવા આ અર્થે ઉપર્યુક્ત મુજબ ચેરિટી કમિશ્નર નક્કી કરે તેવી તારીખે) પૂરા થતા વર્ષના કોઇ ભાગ માટેનો, તે મુદત બાર મહિના સાથે જે પ્રમાણ ધરાવતી હોય તે પ્રમાણ અનુસાર રહેશે. ફાળાના સંબંધમાં માંગણાની નોટિસ
(૧) સાર્વજનિક ટ્રસ્ટે ભરવાપાત્ર ફાળાની આકારણી થઇ જાય, ત્યારે નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરે અનુસૂચિ ૧૫ના નમૂના પ્રમાણે માંગણાની નોટિસ કાઢવી જોઇશે અથવા સાર્વજનિક ટ્રસ્ટે ધર્માદા હોય, ત્યારે ટ્રસ્ટી અથવા મેનેજર ઉપર અથવા યથાપ્રસંગ, ધર્માદો લેતી અથવા ઉઘરાવતી હોય તે વ્યક્તિ ઉપર આ સાથેની અનુસૂચિ ૧૫-કના નમૂના પ્રમાણે માંગણાની નોટિસ કાઢવી જોઇશે અને તેમાં આપવાની રકમ અને જે તારીખ અથવા (હપ્તાની બાબતમાં) જે તારીખોએ તે રકમ ભરવાની હોય તે તારીખ અથવા તારીખો નિર્દિષ્ટ કરવી જોઇશે.
(૨) આકારેલી ફાળાની રકમ માટે વાંધો લેનાર ટ્રસ્ટી અથવા. મેનેજર, માંગણાની નોટિસ મળ્યથી પંદર દિવસની અંદર વાંધાનાં કારણો જણાવીને નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નર સમક્ષ વાંધો ફાઇલ કરી શકશે. નોટિસમાં જણાવવામાં આવેલી માંગણીની રકમ પહેલાં અનામત મૂક્યા સિવાય કોઇ વાંધો સ્વીકારવામાં આવશે નહિ.
(૩) વાંધો મળ્યેથી નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરે, આ સાથે જોડેલી અનુસૂચિ ૧૬ના નમૂનાના હેતુ માટે રાખવામાં આવેલા રજિસ્ટરમાં તે વાંધો દાખલ કરાવવો જોઇશે અને કારણોની લેખિત નોંધ કરીને ટ્રસ્ટી અથવા મેનેજરને સાંભળ્યા પછી પોતાને યોગ્ય લાગે તેવો