________________
૭૮
હુકમ કરશે. પેટા-નિયમ (૫) અથવા (૬) હેઠળના ચેરિટી કમિશ્નરના હુકમને આધીન રહીને નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરનો હુકમ આખરી ગણાશે.
(૪) પેટા-નિયમ (૩) હેઠળ નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરે કરેલા હુકમની તારીખથી ૩૦ દિવસની અંદર આવો હુકમ સુધારવા માટે કોઇ ટ્રસ્ટી અથવા મેનેજર ચેરિટી કમિશ્નરને અરજી કરી શકશે. અરજી, અરજદાર અથવા તેના વકીલે સહી કરેલા મેમોરેન્ડમના રૂપમાં કરવી જોઇશે. મેમોરેન્ડમમાં સંક્ષિપ્ત રીતે અને જુદા જુદા મથાળા હેઠળ યથાપ્રસંગ નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરે કરેલા હુકમના વાંધાના કારણો કોઇ દલીલ કે વર્ણન કર્યા સિવાય જણાવવાં જોઇશે અને આવા કારણોને અનુક્રમ નંબર આપવા જોઇશે.
(૫) પેટા નિયમ (૪) હેઠળ અરજી મળ્યે, ચેરિટી કમિશ્નર, અરજદાર અથવા તેના વકીલને સાંભળ્યા પછી, પેટા-નિયમ (૩) હેઠળ નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરે કરેલો હુકમ બહાલ રાખી શકશે અથવા તેમાં ફેરફાર કરી શકશે.
(૬) ચેરિટી કમિશ્નર, પેટાનિયમ (૩) હેઠળ નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરે કરેલો હુકમ પોતાની મેળે પણસુધારી શકશે.
પરંતુ ચેરિટી કમિશ્નર, ટ્રસ્ટી અથવા મેનેજરને સુનાવણીની તક આપ્યા વિના, નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નરે આકારેલા ફાળાની રકમમાં વધારો કરતો કોઇ હુકમ કરી શકશે નહિ. ચેરિટી કમિશ્નરની વધારાની ફરજો અને સત્તા
કલમ ૬૯માં ગણાવેલી ફરજો તથા સત્તા ઉપરાંત, ચેરિટી કમિશ્નર નીચે જણાવેલી ફરજો બજાવશે અને સત્તા વાપરશે.
(૧) નાયબ અથવા મદદનીશ ચેરિટી કમિશ્નર પાસેથી કોઇ રેકર્ડ અથવા કાર્યવાહી મંગાવવાની સત્તા;