________________
૩૫
----- ------- ધર્માદા અથવા દરેક ધાર્મિક ટ્રસ્ટસંસ્થાને હોવી અત્યંત આવશ્યક છે. જો આ જોગવાઇઓનું પાલન ન થાય અને ટ્રસ્ટ/સંસ્થાને મળેલ દાન કે આવકની કરમુક્તિ ન મળે તો ટ્રસ્ટ/સંસ્થાએ ભારે રકમ આવકવેરા તરીકે ચૂકવવાની જવાબદારી ઊભી થાય અને જો આમ થાય તો દાતાઓએ જે ધર્માદા/ધાર્મિક હેતુસર દાન આપેલ હોય તે હેતુ પુરોપુરો બર ન આવે અને બહુમૂલ્ય દાન/ આવકનો હિસ્સો સરકારને ટેક્ષના સ્વરૂપે જતો રહે તઉપરાંત ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થાએ અમુક પ્રકારના કોન્ટ્રાક્ટથી કોઇ કોન્ટ્રાક્ટર વિગેરેને કોઇ મકાન, મંદિર કે ધર્મશાળા વગેરે બનાવવા કે ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રાક્ટ આપેલ હોય તો ટ્રસ્ટ/સંસ્થાએ તેવા કોન્ટ્રાક્ટરને જે રકમ ચૂકવવાની થતી હોય તેમાંથી અમુક ટકા લેખે આવકવેરો કાપીને સરકારી તિજોરીમાં જમા કરાવવાની જવાબદારી પણ આવકવેરાના કાયદામાં લાદવામાં આવી છે. આમ કરવામાં ટ્રસ્ટ/સંસ્થાનો કસૂર થાય તો તેવા સંજોગોમાં પણ ટ્રસ્ટ/સંસ્થાઓને આવકવેરા કાયદા હેઠળ ટેક્ષ-વ્યાજ-દંડ વગેરે ચૂકવવાની જવાબદારી ઉપસ્થિત થાય આથી ધાર્મિક ટ્રસ્ટ કે સંસ્થા અને ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થાઓએ આવકવેરાના કાયદા હેઠળ તેમને સ્પર્શતી જુદી જુદી કલમોની જોગવાઇઓની જાણકારી રાખવી અત્યંત જરૂરી છે જે હવે પછી સમજાવવામાં આવેલ છે. ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થા/ધાર્મિક ટ્રસ્ટ કે સંસ્થાને આવક્વેરા કાયદામાં તેમની આવક્ની મુક્તિઃ
આવકવેરાના કાયદાની કલમ ૧૧, ૧૨ અને ૧૩ હેઠળ કરવામાં આવેલ જોગવાઇઓને આધીન ધર્માદા ટ્રસ્ટ કે સંસ્થા અથવા ધાર્મિક ટ્રસ્ટ કે સંસ્થાને તેમની આવક અંગે આવકવેરામાંથી કરમુક્તિની જોગવાઇઓ કરવામાં આવેલી છે આવાં ટ્રસ્ટ કે સંસ્થાને મળતી આવકને ટ્રસ્ટ/સંસ્થાના હેતુસર ધારણ કરેલ મિલકતોમાંથી ઉદ્ભવતી આવક ગણીને તેવી આવક જે તે હિસાબી વરસમાં ટ્રસ્ટ/સંસ્થાના હેતુસર વાપરી નાખવી જરૂરી બનાવવામાં આવેલ છે. (અમુક અપવાદ સિવાય જે હવે પછી જોઇશું) ધારણ કરેલ મિલકતમાંથી ઉદ્ભવતી આવકમાં ટ્રસ્ટ/સંસ્થાને મળતાં સ્વૈચ્છિક દાન