________________
38
વાપરી નાંખવાના રહેશે.)
(બ) અંશતઃ અમદા કે ધાર્મિક હેતુસર ધારણ કરેલા મિલકતમાંથી પાછલા વર્ષની કુલ આવકની ઓછામાં ઓછી ૮૫ ટકા જેટલી રકમ તે જ વર્ષ દરમિયાન ટ્રસ્ટના કે સંસ્થાના હેતુસર ભારતમાં વાપરેલી હોવી જોઇએ. જો કે, આવું અંશતઃ ધર્માદા કે ધાર્મિક હેતુસર સ્થપાયેલ ટ્રસ્ટ કે સંસ્થા તા. ૧-૪-૧૯૬૨ પહેલાં એટલે કે આવકવેરાનો કાયદો અમલમાં આવ્યો તે અગાઉ અસ્તિત્વમાં આવેલ હોવા જોઇએ. આમ તા. ૧-૪-૧૯૬૨ પછીના તમામ આવા ટ્રસ્ટો/સંસ્થાઓ પુરેપુરા ધર્માદા અથવા પુરેપુરા ધાર્મિક હેતુસર સ્થપાય તે જરૂરી છે. અંશતઃ નહિ.
(૧) ટ્રસ્ટ કે સંસ્થાની કુલ આવક કે તેનો કોઇ ભાગ પાછલા વર્ષ દરમિયાન ખરેખર મળી ન હોય તો તેવી આવક અને તેથી ઉપર જણાવેલ ૮૫ ટકા સુધીની આવકની રકમ પાછલા વર્ષ દરમિયાન વાપરી ન શકાય તો તેવી બાકીની રકમ જે વર્ષમાં ખરેખર પ્રાપ્ત થાય તે વર્ષમાં અથવા ત્યાર પછીના વર્ષમાં ટ્રસ્ટના હેતુસર વાપરવાથી કરમુક્તિનો લાભ અગાઉના વર્ષ માટે આપવામાં આવે છે. તેમજ,
(૨) જો અન્ય કોઇ કારણસર ઉપર જણાવેલ ૮૫ ટકા જેટલી રકમ જે તે વર્ષ દરમિયાન ટ્રસ્ટના હેતુસર વાપરી ન શકાય તો ત્યાર પછીના તુરતના વર્ષમાં તેવી રકમ ટ્રસ્ટના હેતુસર વાપરવાથી અગાઉના વર્ષ સંબંધી કરમુક્તિનો લાભ આપવામાં આવશે.
જો કે, આ બાબતે ટ્રસ્ટ કે સંસ્થાએ આકારણી અધિકારીને પોતાના કેસમાં આવકવેરાનું પત્રક ભરવાની નિયત તારીખ અગાઉ ઉપર મુજબના વિકલ્પનું પાલન કરવા સંબંધી લેખિત જાણ કરવાની રહેશે. વધુમાં, આ રીતે ત્યાર પછીના વર્ષોમાં ઉપરોક્ત વિકલ્પના આધારે વાપરેલી રકમ જે તે પછીના વર્ષના સંદર્ભમાં તેવા વર્ષની આવકના વપરાશ તરીકે ગણતરીમાં લેવામાં આવશે.
વધુમાં, આવકવેરા કાયદાની કલમ ૧૧(૧બી)માં જણાવ્યા પ્રમાણે